પ્રભાસ રૂપેરી પડદે પૂજા હેગડે સાથે જોડી જમાવશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 26 સપ્ટેમ્બર 2019, ગુરુવાર

ફિલ્મ 'બાહુબલી અને સાહો'ની સફળતા બાદ સાઉથનો એકટર પ્રભાસ સાતમા આસમાન પર બિરાજી રહ્યો છે. તે જે ફિલ્મ સાઇન કરે છે, તે બોક્સ ઓફિસ પણ ઘણા રેકોર્ડ તોડતી જોવા મળે છે.'સાહો'ની રીલિઝ બાદ પ્રભાસે આગામી ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તે પૂજા હેગડે સાથે જોડી જમાવાનો છે. રૂપેરીપડદે પ્રથમ વખત આ જોડી જોવા મળશે.

'' આ ફિલ્મમાં પ્રબાસ, શર્ટલેસ થઇને દર્શકોને પોતાની બોડી બતાવતો જોવા મળશે. આ માટે પ્રભાસ બહુ મહેનત કરી રહ્યો છે.તે પડદા પર ફિટ દેખાવા માટે અભિનેતા વર્કઆઉટની સાથેસાથે પોતાના ડાયટ પર પૂરતું ધ્યાન આપી રહ્યો છે. તે જલદીમાં જલદી આ ફિલ્મ માટે સિક્સ પૈક એબ્સ બનાવવા ઇચ્છે છે. આ ફિલ્મમાં તે હસ્તરેખા જ્યોતિષનું પાત્ર ભજવી રહ્યો છે,'' તેમ સૂત્રે જણાવ્યુ હતું.

પૂજા હેગડે 'હાઉસફુલ ૪'માં પણ જોવા મળવાની છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2n6iAvs
Previous
Next Post »