
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 26 સપ્ટેમ્બર 2019, ગુરુવાર
હૃતિક રોશન સ્ટંટ દ્રશ્યો ભજવવા માટે જાણીતો છે. એેકશન ભજવવા માટે તે ડબલબોડીનો ઉપયોગ કરતો નથી. તે પોતે જ જોખની દ્રશ્યો ભજવે છે. યશરાજ બેનર્સની આગામી ફિલ્મમાં પણ હૃતિકે જબરદસ્ત સ્ટંટ દ્રશ્યો ભજવ્યા છે. જેમાંના એકમાં તો તેણે પોતાનો જ વિક્રમ તોડયો છે.
રિપોર્ટસના પ્રમાણે, હૃતિકે ફિલ્મ 'વોર'માં ૩૦૦ ફૂટ ઊંચાઇએથી ભૂસકો મારવાનો હતો. પોર્ટુગલના એક પુલ પરથી તેણે આ દ્રશ્ય ભજવવાનું હતું. જે તેણે વગર હિચકિચાટે ભજવી નાખ્યું. દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદના જણાવ્યા પ્રમાણે, 'એકશનની વાત આવે ત્યારે ભારતમાં હૃતિક કરતાં વધુ મોટા એકશન સુપરસ્ટાર નથી. શારીરિક સીમાઓની પાર જવું અને દેશમાં એકશન સિનેમાને નવી ઊંચાઇ પર લઇજવાની તેની વચનબદ્ધતા તેને સોથી ઉત્તમ એકશન સુપરસ્ટાર બનાવે છે. 'વોર' હૃતિકે પોતાનો જ વિક્રમ તોડયો છે. અનેદર્શકોને દિલધડક દ્રશ્યો ભજવવા માટે અતુલનીય જોખમો ઉઠાવ્યા છે. અમે પોર્ટોમાં ઉચ્ચ કક્ષાની ચેસિંગનું દ્રશ્ય શૂટ કરતા હતા.જેમાં હૃતિકે પુલ પરથી ભૂસકો મારવાનો હતો, તે એકશન માટે તરત જ તૈયાર થઇ ગયો હતો. ''
આ ફિલ્મમાં હૃતિકની સાથે ટાઇગરને પણ લેવામાં આવ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nEYBEG
ConversionConversion EmoticonEmoticon