
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 26 સપ્ટેમ્બર 2019, ગુરુવાર
ઋચા ચઢ્ઢાની હાલમાં જ ફિલ્મ સેકશન ૩૭૫' રીલીઝ થઇ છે. જેમાં તેના અભિનયથી દર્શકો પ્રભાવિત થયા છે. તે હવે જલદી જ આગામી પ્રોજેક્ટ 'અભી તો પાર્ટી શુરૂ હુઇ' ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
ડાયરેકટર અનુભવ સિન્હાની આ ફિલ્મ એક બ્લેક કોમેડી છે. જેમાં ઋચા શર્મા કમર્શિયલ સેક્સ વર્કરના રોલમાં હશે. '' હુ ંહવે વિવિધ ભૂમિકાઓ પર હાથ અજમાવી રહી છું. આ રીતે હું મારા વ્યક્તિત્વના દરેક પહેલુઓને મારામાંથી જ બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છું. આ કોમેડી પાર્ટનું મારા પાત્રનું નામ સોફ્ટી છે, જે વાતચીત દરમિયાન હકલાય છે. મને ખુશી છે કે, 'સેકશન ૩૭૫' બાદ દર્શકો મને ાગામી ફિલ્મમાં એક અલગ જ ્વતારમાં જોશે. કોમેડી મારો ફેવરિટ જોનર છે અને એમાં કામ કરવાની મને મજા આવે છે. તેથી જ મારા પ્રયાસ કોમેડી ફિલ્મોમાં કામ કરવાના હોય છે,'' તેમ ઋચાએ જણાવ્યું હતું.
આ ફિલ્મની અન્ય કાસ્ટ વિશે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ઋચાએ ફિલ્મ 'ફુકરે અને ગેંગ્સ ઓફ વસેપુર'માં ઉત્તમ અભિનય કર્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nxVazo
ConversionConversion EmoticonEmoticon