ભારતમાં દર મીનિટે ૧૮૫૨ સાઇબર એટેક થાય છે


નવી દિલ્હી,

ભારતમાં સાઇબર એટેકમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન ૨૨ ટકાનો વધારો થયો છે. એક માહિતી મુજબ ભારતમાં દર મીનિટે ૧૮૫૨ સાઇબર એટેક થાય છે. સાઇબર એટેકનો સૌથી વધુ ભોગ બનનારા રાજયોમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. શહેરોની વાત કરીએ તો મુંબઇ, દિલ્હી, બેંગ્લોર અને કોલક્તા સૌથી વધુ સાઇબર એટેક થાય છે. ૩૩ હજારથી વધુ હુમલામાં પ૦૦ તો અતિ આધુનિક ટેકનિકથી થયા છે.  બ્લોક ચેન અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી)ની  સુરક્ષા પણ ખતરામાં છે. રશિયાના એક સાઇબર સુરક્ષા ફર્મના જણાવ્યા મુજબ  કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ અને ૩૫ એ હટાવ્યા પછી ભારતમાં સાઇબર હુમલાઓની સંખ્યા વધી છે.

ભારતમાં બેંક એકાઉન્ટમાંથી લાખો રુપિયા ચોરવાની ઘટનાઓ બને છે જેમાં મોટા ભાગના કિસ્સામાં એક વાર ગુમાવેલી રકમ પાછી આવતી નથી. બેંકો ઓન લાઇન ટ્રાન્જેકશન માટે પ્રોત્સાહિત કરે છે પરંતુ ભોગ બનેલા ગ્રાહકને કોઇ જ આશ્વાસન મળતું નથી. જો કે રિઝર્વ બેંક દ્વારા ડેબીટકાર્ડ, ક્રેડિટકાર્ડનો પીન નંબર, અન ટાઇમ પાસવર્ડ કે બેક એકાઉન્ટને લગતી માહિતી અજાણી વ્યકિતને નહી આપવાની ઝુંબેશ ચલાવવામાં આવતી હોવા છતાં ગ્રાહકો હેકર્સની જાળમાં ફસાય છે. પ્રાપ્ત માહિતી મુજબ હેકર્સ દ્વારા સૌથી વધુ સાઇબર એટેક ટ્રોજન વાઇરસ દ્વારા થાય છે. આ ઉપરાંત સ્ટેન્ડ એલોન અને ઇન્ફેકર્ટસ એટલે કે રિમોટ સર્વર દ્વારા કોઇ પણ કોમ્પ્યુટર સિસ્ટમમાં વાઇરસ નાખીને ડેટા ચોરી થાય છે. સાઇબર નિષ્ણાતોનું માનવું છે કે હેકર્સ રેનસમવેયરનો પણ ઉપયોગ થાય છે. રેનસમવેયરથી દર ૧૪ મીનિટમાં એક કમ્પ્યુટરને નિશાન બનાવાય છે. 

 ૨૦૧૮માં વિશ્વમાં સાઇબર એટેકથી ૩૨૨૨ અબજનું નુકસાન 


૨૦૧૮માં વિશ્વમાં સાઇબર એટેકની ૨૦ લાખ ઘટનાઓ બની જેમાં ૩૨૨૨ અબજ રુપિયાનું નુકસાન થયું છે. સાયબર હુમલાખોરો બેંક અને આર્થિક સંસ્થાનોને સૌથી વધુ નિશાન બનાવે છે. ઇન્ટરનેટ સોસાયટી ઓન લાઇન ટ્રસ્ટ એલાયન્સના એક રિપોર્ટ મુજબ ૨૦૧૮માં રેનસમવેયરથી ૬ અબજ ડોલરનું નુકસાન થયું હતું જો આને રોકવામાં નહી આવે તો ૨૦૨૧ સુધીમાં ૨૦ અબજ ડોલરનું નુકસાન થવાની ગણતરી છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nPL5yd
Previous
Next Post »