ઠાસરા પ્રાંત અધિકારીની મીટિંગમાં પ્લાસ્ટિકની થેલીમાં નાસ્તો અપાતા આશ્ચર્ય


નડિયાદ, તા. 27 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

ઠાસરા પ્રાંત અધિકારી દ્વારા આજરોજ એક મીંટીગનુ આયોજન કરાયુ હતુ.આ મીંટીંગમાં સરકારી નિયમના ધજયા ઉડયા હોય તેમ પ્લાસ્ટીકની થેલીમાં તમામ માટે નાસ્તો આપવામાં આવ્યો હતો.આ જોઇ બહાર ઉભેલા અરજદારો માં ગણગણાટ શરૂ થયો હતો.

કાયદો માત્ર લોકો માટે છે.સરકારી અધિકારીઓને કાયદાનુ પાલન કરવાનુ નથી હોતુ તેવી ઘટના ઘટી હતી.પ્રાંત અધિકારી દ્વારા ઠાસરા ખાતે ૧૧ વાગે એક મીંટીગનુ આયોજન કરાયુ હતુ.મીંટીગ પ્રાંત અધિકારીના મીંટીગ રૂમમાં તમામ સ્ટાફ સાથે મામલતદાર કચેરીના સ્ટાફ સાથે મીંટીગ રાખવામાં આવી હતી.આ મીંટીગમાં મામલતદાર સહિતના બંને કચેરીઓના સ્ટાફ હાજર રહ્યો હતો.

સરકાર દ્વારા સ્પસ્ટ પણે સુચના આપવામાં આવી છે કે કોઇ પણ અધિકારી કે સામાન્ય લોકો પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરે અને જે લોકો પ્લાસ્ટીકનો ઉપયોગ કરશે તેમની સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે.આ મીંટીગમાં હાજર રહેલ સ્ટાફ માટે પ્લાસ્ટીકની બેગમાં નાસતો મંગાવવામાં આવ્યો હતો.અને હાજર રહેલ સ્ટાફને નાસ્તો આપવામાં આવ્યો હતો.આ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા કોણ ભરશે તેવો સવાલ હાજર સરકારી કામ અર્થે અરજદારોમાં ગણગણાટ શરૂ થયો હતો.

ડાકોર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકનો ઉપયોગ કરનાર દુકાનદારો પાસે ૮૦૦૦ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.અને આજે પણ કડક કાર્યવાહી કરવામાં આવી  રહી છે.નાના વેપારી જેવા કે શાકભાજી વેચવા વાળા,પાથરાણા વાળા અને ચા વેચવાવાળાઓને કાયદાનો ભોગ બનવુ પડયુ હતુ.આ મીંટીગમાં હાજર રહેનાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ તે જોવુ રહ્યુ ?



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nS7uL1
Previous
Next Post »