
નડિયાદ, તા. 27 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
વસો તાલુકાના કલોલી ગામે આશરે ૨૦ થી ૨૫ દિવસ પહેલા ચંદનનુ ઝાડ અને અન્ય વૃક્ષા ેસરપંચ અને ઉપસરપંચ દ્વારા કાપવામાં આવ્યુ હોવાની ફરિયાદ જિલ્લા સ્વાગતમાં કરવામાં આવી છે.આ અંગેની રજૂઆત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરાતા રાજકારણ ગરમાયુ છે.જો કે ઘણા દિવસો વિતયા છતા કોઇ પગલા લેવામાં ન આવતા ગ્રામજનો રોષે ભરાયા છે.
કલોલી ગામે ગ્રામ પંચાયતની માલિકીના વૃક્ષોનુ ગેરકાયદેસર રીતે નિકંદન કરવામાં આવ્યુ હોવાની ઘટના સામે આવી છે.તેમજ વિજય નગર વિસ્તારમાં સરકારી માલિકીનુ ચંદનનુ ઝાડ આશરે ૧૫ થી ૨૦ વર્ષ જૂનુ કાપી નાખવામાં આવ્યુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ ઘટના અંગે જાગૃત નાગરિકે રજૂઆત કરી છે. તેમજ ગામની જાગૃત મહિલાઓ દ્વારા મામલતદાર, ટી. ડી. ઓ અને ફોરેસ્ટ ઓફીસરને જાણ કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી આ સંદર્ભે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
અરજદારે સંબંધિત અધિકારીઓ પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે અધિકારીઓ ફરિયાદને ધોળીને પી ગયા છે.અને સંબંધિત અધિકારીઓ ગામના જાગૃત નાગરિકોની રજૂઆત સાંભળતા નથી.અને આજ દિન સુધી આ અંગ કોઇ કોર્યવાહી કરવામાં આવી નથી.જેથી ગામના એક જાગૃત નાગરિકે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવામાં આવી છે.જેમાં જણાવ્યુ છે કે કલોલી ગામના સરપંચ અને ઉપસરપંચ ,તેમજ સભ્યો દ્વારા ઝાડોનુ ગેરકાયદેસર રીતે નિકંદન કર્યુ છે.જેની તપાસ કરવામાં આવે અને સંબંધિત વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2o08uNn
ConversionConversion EmoticonEmoticon