મહિષાસુરને નાથવા માટે સામર્થ્યની પ્રાપ્તિના દિવસો


નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસનાના દિવસો, 'મા'ની પૂજાના દિવસો. 'ખાઓ, પીઓ અને મજા કરો' એવી આસુરી વિચારશ્રેણી પર વિજય મેળવવાના દિવસો

ઉત્સવોના મર્મને પ્રગટ કરીને એને આપણા જીવનમાં ઉત્કૃષ્ટ માર્ગદર્શક અને ભોમિયા સમાન દર્શાવનાર પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ સમાજને ભારતીય સંસ્કૃતિ વિશે એક નવું દર્શન આપ્યું છે. સામાન્ય રીતે આ ઉત્સવો એ મનોરંજનના માધ્યમ બની ગયા હતા, ત્યારે એને એમણે જીવનલક્ષી અધ્યાત્મનું માધ્યમ બનાવ્યા.

ઉત્સવો સમયે જાગતી નિષ્ક્રિયતાને એમણે સક્રિયતાની ભાવધારામાં પલટી નાખી અને એટલે જ આ ઉત્સવો એ વ્યક્તિના જીવનને દિશાદર્શન આપે છે એમ કહ્યું. હોળીનો ઉત્સવ એ રાગદ્વેષો, ખોટા તર્ક-કુતર્કો તેમજ ઊંચ-નીચના ભેદ બાળી નાખવાનો સંદેશ આપે છે એમ કહીને એમણે જનજાગૃતિ લાવતાં કહ્યું કે હોળીમાં પાપ બાળી નાખીને, પુણ્યની ઝોળી ભરીને જીવન પ્રભુને ધરો તો હોળીનું દિવાળીમાં રૂપાંતર થઇ જાય.

વળી આ દિવાળી કેવી છે ? પૂ. પાંડુરંગ દાદા કહે છે કે દિવાળી એ ઊંચા આદર્શો રાખી, વીર બનીને, સંસ્કૃતિ કાજે ભેખ ધરીને અને તેવી દીક્ષા લઇને દિવાળી ઊજવવી જોઇએ. આજે નવરાત્રીનો પ્રારંભ થાય છે ત્યારે એમના નવરાત્રી વિશેના વિચારો એ સાચું દિશાદર્શન આપે છે અને આથી જ તેઓએ દર્શાવ્યું છે કે નવરાત્રીના દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો.

જગતની અંદર કોઈ પણ નૈતિક મૂલ્યો કેવળ સારાં છે તેથી ટકતાં નથી; પરંતુ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની પાછળ સમર્થ લોકોની તપશ્ચર્યાને યશ મળે છે - એ વાત સત્યના ઉપાસકોએ ભૂલવી ન જોઇએ. તપશ્ચર્યાના બળથી જગતમાં ઘણીવાર અસત્ મૂલ્યો પણ વિજયી થયાં છે, એ વાત આપણને ઉપરોક્ત સત્યની ઝાંખી કરાવે છે. નબળા લોકોનાં સત્ય, સંસ્કાર કે સંસ્કૃતિને કોઈ જ પૂછતું નથી.

આસો મહિનામાં આવતા આ નવરાત્રિ ઉત્સવ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. મહિષાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવી થયો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્યોને 'હ્વ્ર્ંફઊં્ઊંશ્ર'  પોકારતા કરી મૂક્યા હતા. દૈવી વિચારોની પ્રભા ઝાંખી થઈ હતી અને દૈવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા. હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધના કરી. દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા આદ્ય દેવો મહિષાસુર પર ક્રોધે ભરાયા.

તેમના પુણ્યપ્રકોપમાંથી એક દૈવી શક્તિ નિર્માણ થઈ. બધા દેવોએ જયજયકાર કરી તેને વધાવી, તેનું પૂજન કર્યું. તેને પોતાનાં દિવ્ય આયુધોથી મંડિત કરી. આ દૈવી શક્તિએ નવ દિવસના અવિરત યુદ્ધ પછી મહિષાસુરને હણ્યો, આસુરી વૃત્તિને ડામી દૈવી સંપત્તિની પુન:સ્થાપના કરી. દેવોને અભય આપ્યું. આ દૈવી શક્તિ તે જ આપણી જગંદબા.

આ દિવસોમાં મા પાસે સામર્થ્ય માગવાનું તેમજ આસુરી વૃત્તિ પર વિજય મેળવવાનો. આજે પણ મહિષાસુર પ્રત્યેક હૃદયમાં પોતાનું સ્થાન જમાવી બેઠો છે અને અંદર રહેલી દૈવી વૃત્તિને ગૂંગળાવી રહ્યો છે. આ મહિષાસુરની માયાને ઓળખવા તેમજ તેની આસુરી નાગચૂડમાંથી મુક્ત થવા જરૂર છે દૈવી શક્તિની આરાધનાની ! નવેનવ દિવસ અખંડ દીપ પ્રગટાવી મા જગદંબાની પૂજા કરી તેની પાસેથી શક્તિ મેળવવાના દિવસો તે જ નવરાત્રિના દિવસો !

આપણી ભ્રાંત સમજણ છે કે અસુર એટલે દાંતવાળો, મોટા નખવાળો, લાંબા વાળવાળો, મોટી આંખોવાળો કોઈ ભયંકર રાક્ષસ ! ખરું જોતાં અસુર એટલે 'હ્ય્ઢિંઢ ઝઊંવ્।ય લૃેં। હ્ય્ઢિંઝ્છથ' પ્રાણોમાં રમમાણ થનારો, ભોગોમાં જ રમમાણ થનારો. વળી મહિષ એટલે પાડો; અને એ રીતે જોતાં પાડાની વૃત્તિ રાખનારો અસુર તે મહિષાસુર. પાડો હંમેશાં પોતાનું જ સુખ જોતો હોય છે. સમાજમાં આજે આ પાડાની વૃત્તિ ફાલતી જાય છે. પરિણામે આખો સમાજ સ્વાર્થી, પ્રેમવિહીન અને ભાવનાશૂન્ય બન્યો છે. સમાજમાં આજે વ્યક્તિવાદ અને સ્વાર્થૈકપરાયણતા અમર્યાદ બનીને મહિષાસુર રૂપે નાચતાં રહેલા છે. આ મહિષાસુરને નાથવા મા પાસે સામર્થ્ય માગવાના દિવસો એટલે નવરાત્રિના દિવસો !

આપણા વેદોએ પણ શક્તિની ઉપાસનાને ખૂબ જ મહત્ત્વ આપ્યુ છે. મહાભારતનું પાનેપાનું બલોપાસના તેમજ શૌર્યપૂજાથી ભરેલું છે. વ્યાસ, ભીષ્મ અને કૃષ્ણનાં બધાં જ વ્યાખ્યાનો તેજ, ઓજ, શૌર્ય, પૌરુષ અને પરાક્રમથી અંકિત થયેલાં દેખાય છે. મહર્ષિ વ્યાસે પાંડવોને શક્તિ ઉપાસનાનું મહત્ત્વ સમજાવ્યું છે. તેમણે પાંડવોને શિખામણ આપી છે કે તમારે જો ધર્મનાં મૂલ્યો ટકાવવાં હોય તોહાથ જોડી બેસી રહે નહીં ચાલે, શક્તિની ઉપાસના કરવી પડશે. અર્જુનને દિવ્ય અસ્ત્ર મેળવવા તેમણે જ સ્વર્ગમાં જવાનું સૂચન કર્યું હતું.

મહર્ષિ વ્યાસના આ ઉપદેશને મહાકવિ ભારવિએ પોતાના કાવ્યમાં સરસ રીતે ગૂંથી લીધો છે.

લ્પ્િ ષ્ેંઝહ્વ્ફ ।શ્ન ેંશ્નઉંઊંયઙ્ઘ ીંપ્પ્છ શ્નફપ્ીશહ્વ્શ્નલ્સચ્શ્નહ્લઢ્ઢ્થ ળ

હ્ય્।થાૃ્રદ્વ્ીપ્ ેંશ્નેંષ્ચ્શ્નષ્યપ્થ ાૃ્રદ્વી।વ્હ્વ્ ેંર્ં ઝઙ્ઘય (પ્જ્ઞફ ળળ (ેંદ્વઝ્।્(ઢીઝ્રફપ્ઊંશ્ર)

'તમારે સામર્થ્યથી, પરાક્રમથી પૃથ્વીને જીતવાની છે. શત્રુપક્ષ સામર્થ્યમાં અને શસ્ત્રાસ્ત્રમાં તમારાથી વધુ બળવાન છે. તમારે વધુ સામર્થ્યશીલ બનવાનું છે, કારણ કે જે વધુ સામર્થ્યશીલ અને વધુ સાધનસંપન્ન હોય તેને જ યુદ્ધમાં વિજય મળે છે.'

અનાદિકાળથી સદ્વિચારો ઉપર, દૈવી વિચારો ઉપર આસુરી વૃત્તિ હુમલો કરતી આવી છે અને દૈવી વિચાર અગવડમાં આવતાં જ દેવોએ ભગવાન પાસે શક્તિ માગી, સામર્થ્ય માગ્યું અને આસુરીવૃત્તિનો પરાભવ કર્યો. ફક્ત સદ્વિચાર હોવા એ પૂરતું નથી. તેનું રક્ષણ થવું પણ જરૂરી છે અને તે માટે શક્તિની ઉપાસના આવશ્યક છે.

આપણે પણ આળસને ખંખેરી, ક્ષણિક પ્રમાદને આઘો કરી, પુન: શક્તિની ઉપાસના શરૂ કરવી જોઇએ. 'છિંઠ્ઠય ૈ્ઋહ્મથદ્વલ્સ પ્ઢઙ્મયળ' એ વાત ધ્યાનમાં રાખી નવરાત્રિના દિવસોમાં દૈવી વિચારનું લોકોનું સંગઠન સાધવાનો પ્રયત્ન કરવો જોઇએ. એ સંગઠનમાં પ્રમુખસ્થાને જગદંબા રહેશે અને એની ભક્તિથી જ આપણામાં શક્તિ પ્રગટશે એ સૂચવવા જ નવરાત્રિના દિવસો દરમિયાન ગરબા કે રાસરૂપે માની આસપાસ ઘૂમવાનું હોય છે. માની આસપાસ ફરતાં ફરતાં મા પાસેથી માગવું જોઇએ કે, 'મા, તું અમને સદ્બુદ્ધિ આપ, અમને સંઘબળ આપ, અમારા સંઘબળ આડે અમારો અહંકાર આવે છે. અમારી પાડાવૃત્તિ આવે છે. અમારો દ્વેષ આવે છે તેને તું ખાઈ જા.'

આ દિવસોમાં એકત્રિત થઇ માનું સ્તવન ગાઇ, તેની પ્રાર્થના કરી માગીશું.

या देवी सर्वेभूतेषु बुद्धिरूपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम

'મા, અમારી બુદ્ધિ કુંઠિત થઇ છે, અમે સદ્-અસદ્નો વિવેક ભૂલ્યા છીએ. અમને બુદ્ધિ શક્તિ આપ.'

या देवी सर्वेभूतेषु बुद्धिरूपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम

'મા, અમે શ્રદ્ધાહીન થયા છીએ. શ્રદ્ધાનું પાથેય બુદ્ધિની ચાપલૂસીમાં ખલાસ થયું છે. અમને કોઈમાં પણ શ્રદ્ધા નથી. અમારી જાતમાં પણ શ્રદ્ધા નથી. શ્રદ્ધાસ્વરૂપિણી મા, અમને શ્રદ્ધાનું પાથેય આપ.'

या देवी सर्वेभूतेषु बुद्धिरूपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम

'મા, અમે શક્તિહીન થયા છીએ. અમર્યાદિત ભોગો ભોગવીને અમે ગલિતવીર્ય થયા છીએ. મા, તું શક્તિ આપ, બળ આપ. તું શક્તિ આપશે તો જ આસુરી વૃત્તિનો પરાભવ કરી શકાશે.'

મા, જગદંબાની આપણી આ ઉપસના નવરાત્રિમાં શરૂ થાય, પરંતુ માત્ર નવ દિવસ પૂરતી સીમિત ન રહે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ક્ષણેક્ષણની શક્તિ ઉપાસના આપણને જડવાદથી ઘેરાયેલા જગતમાં ઊભા રહેવાની તાકાત બક્ષશે. આવું શક્તિસંપન્ન જીવન માના ચરણે ધરવું જોઇએ. જગદંબાની આસપાસ ફરતાં ફરતાં સાચા ભાવથી પ્રાર્થના કરવી જોઇએ કે : 'મા ! હું તારું કામ કરીશ, તું મને શક્તિ આપ.'

સંક્ષેપમાં કહેવું હોય તો નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસનાના દિવસો, 'મા'ની પૂજાના દિવસો. 'ખાઓ, પીઓ અને મજા કરો' એવી આસુરી વિચારશ્રેણી પર વિજય મેળવવાના દિવસો, સંઘશક્તિનું મહત્ત્વ અને એકતાનો સંદેશ સુણાવતા દિવસો ! આ દિવસોમાં વહેતો રહેલો સાધનાનો સૂર પકડી લઇએ અને જીવનને સમર્પણની સંગતથી ભરી દઈએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2obNUJT
Previous
Next Post »