દીપિકા પદુકોણ અને રણબીર કપૂર આગામી ફિલ્મમાં રોમાન્સ કરતા જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 સપ્ટેમ્બર 2019, શનિવાર

મેઘના ગુલઝારની 'છપાક' બાદ દીપિકા હવે કઇ ફિલ્મમાં કામ કરશે તે સહુ જાણવા આતુર છે. મળેલી બાતમની આનુસાર દીપિકાની આગામી ફિલ્મ રણબીર કપૂર સાથે હશે. આ ફિલ્મમાં અજય દેવગણ પણ કામ કરી રહ્યો છે. 

મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, લવ રંજનની આગામી ફિલ્મમાં દીપિકા પદુકોણઅને રણબીર કપૂર કામ કરવાના છે. આ ફિલ્મમાં અજયદેવગણ પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધ પર આધારિત છે.ગયા વરસે લવ રંજન પર જાતીય શોષણ કર્યાનો આક્ષેપ મુકવામાં આવ્યો હતો. લવ રંજને આ આક્ષેપને નકાર્યો હતો. તેણે ટ્વિટર હેન્ડલ પર માફી માંગતા પોસ્ટ કર્યુ ંહતુ ંકે, '' મારી સાથે કમ્ફર્ટેબલ ફીલ ન કરવા માટે હું માફી માંગુ છું. ''  લવ રંજનનું નામ આ રીતે સંડોવાતા દીપિકાએ એની ફિલ્મ સાઇન કરી છે, તે ખાનગી રાખવામાં આવ્યું હતું. ફિલ્મસર્જક તેને યોગ્ય સમયે જ ઘોષણા કરવા માંગતા હતા. 

ટ્રેડ સોર્સના અનુસાર,'' દીપિકા જ લવ રંજનની ફિલ્મમાં કામ કરી રહી છે. 'મી ટુ' વિવાદસંપૂર્ણ રીતે શમી જાય ત્યાં સુધી તેઓ રાહ જોવા માગતા હતા.  દીપિકા અને રણબીર લવ રંજનની ઓફિસમાંથી સાથે બહાર આવતા પણ જોવા મળ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, દીપિકા અને રણબીરે 'બચના એ હસીનો', યહ જવાની હૈ  દીવાની અને તમાશા'માં સાથે કામ કર્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lUIwtQ
Previous
Next Post »