
દિશા કહે છે કે એના ચાહકો અને સામાન્ય પ્રજા કોઈ ખોટો અર્થ કાઢે તો એની એને પરવા નથી. એ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પસંદ કરશે. ભારત ફિલ્મની સફળતાનો આનંદ છે.
દિશા પટનીની કારકિર્દીની ગાડી સડસડાટ દોેડે છે. એક પછી એક હિટ ફિલ્મો એના ભાગ્યમાં લખાઈ છે. જો કે તાજેતરમાં સોશિયલ મિડિયા પર એ સારી એવી ટ્રોલ થઈ હતી. કારણ હતું શિવ સેનાની યુથ વિંગના પ્રમુખ આદિત્ય ઠાકરે સાથેની તસવીર.
બંને મુંબઈના જુહુ વિસ્તારની એક હોટેલમાંથી જમી- કરીને બહાર નીકળતા હતા અને પાપારાઝીઓએ તસવીરમાં કેદ કરી લીધા. વાઈરલ થયેલી આ તસવીરની નીચે કોમેન્ટનો મારો ચાલ્યો. કોઈ કે પૂછ્યું ''ટાઈગર ઝિન્દા હૈ ક્યા'' તો બીજાએ ટીખળ કરતા કે કહ્યું ''વાસ્તવિક ટાઈગર સાથેની તસવીર.''
દિશાએ શરૂઆતમાં તો ભાવ ન આપ્યો પણ પછી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે મિત્ર સાથે લન્ચ અથવા ડિનર પર જવામાં ખોટું શું છે. પ્રત્યેક વ્યક્તિને પુરુષ અથવા મહિલા મિત્ર હોય છે અને હોવો પણ જોઈએ. એ જાતિને આધારે મિત્રની પસંદગી નથી કરતી અને જરૂરી નથી કે એની મિત્ર માત્ર મહિલા જ હોય.
પહેલી વાર એવું નહોતું બન્યું કે દિશા આદિત્ય સાથે સ્પોટ થઈ હોય. અગાઉ માર્ચ મહિનામાં પણ એ બાંદ્રાના એ રેસ્ટોરાંમાંથી બહાર નીકળતી સ્પોટ થઈ હતી. જ્યાં એ વારંવાર ટાઈગર શ્રોેફ સાથે જાય છે. જો કે દિશા જાણે છે કે કલાકારો અને સેલિબ્રિટીઓ હંમેશાં રડાર પર હોય છે. એણે સ્વયં એવા વ્યવસાયની પસંદગી કરી છે જ્યાં દર્શકો અને પત્રકારોની બાજનજર એના પર હંમેશાં હોય જ.
દિશા કહે છે કે એના ચાહકો અને સામાન્ય પ્રજા કોઈ ખોટો અર્થ કાઢે તો એની એને પરવા નથી. એ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પસંદ કરશે. એની લેટેસ્ટ ફિલ્મ ભારત રિલીઝ થયાને મહિનો વીતી ચૂક્યો છે. આ ફિલ્મની સફળતાનો એને આનંદ છે. લોકોએ એને સ્વીકારી છે અને હાલમાં એ 'હેપ્પીઝોન' માં છે.
દિશા તાજેતરમાં ૨૬ની થઈ છે પરંતુ એણે ભવ્ય બર્થ-ડે પાર્ટી કોઈ દિવસ નથી રાખી. આ વખતનો જન્મદિન પણ સામાન્ય હતો અને એ એની આગામી મલંગના શૂટીંગમાં વ્યસ્ત હતી. જો કે બર્થડેના દિવસે એ કોઈ મિત્રની સાથે લન્ચ અથવા ડિનર જવાનું ચૂકી નહોતી. એની ઝોળીમાં ધોની : અનટોલ્ડ સ્ટોરી, બાગી-ટુ અને ભારત જેવી ફિલ્મો આપી એનું એને ગૌરવ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mZm1V0
ConversionConversion EmoticonEmoticon