
કરણ જોહરની ફિલ્મ દ્વારા કારકિર્દીની શરૂઆત થવી એ મોટું ગૌરવ છે. અનન્યા કહે છે કે હાઈ-વે અને રાઝી રિલીઝ થઈ એ અગાઉ કરણની પહેલી સ્ટુડન્ટ આલિયા પણ ખાસ્સી ટ્રોલ થઈ હતી.
અનન્યા જાણે છે કે હાલ એ યુવાન અને સહેજ કાચી કહી શકાય એ વયની છે. પરંતુ એ ધીમે ધીમે પુખ્ત થતી જશે અને એને મહત્ત્વની અને ગંભીર ભૂમિકાઓ મળતી થઈ જશે.
સ્ટુડન્ટ ઓફ ધ યર- ટુ માં રિલીઝ થઈ પછી અનન્યા પાન્ડેના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. હવે બોલીવૂડમાં સાથે સંકળાયેલા લોકો એની પાસે કામને લગતી ચર્ચાઓ કરવા જાય છે. અગાઉ એની ઓળખ ચંકી પાન્ડેની દીકરી સુધી સીમિત હતી. હવે એણે અલગ ઓળખ ઊભી કરી છે.
અનન્યા હજી એમ પણ નથી માનતી થઈ કે એણે બોલીવૂડને લગતી ઝીણીમાં ઝીણી વિગતો આત્મસાત કરી લીધી છે. એ માત્ર એક ફિલ્મ જૂની છે અને શીખવાની એણે હજી શરૂઆત કરી છે. હવે એ કેમેરાનો સામનો કરે ત્યારે ચહેરાના હાવભાવની બાબતે વધુ ચોક્કસ બને છે. એ તકેદારી રાખે છે કે એની બોેડી લેંગ્વેજ પાત્રને અનુરૂપ હોય.
અનન્યા ઈચ્છે છે કે નાની ઉંમરે સફળતાના મદમાં એ છકી ન જાય. એને એવા મિત્રોની જરૂર છે જે એના પણ જમીન પર ટકાવી રાખવામાં મદદ કરે. આ મિત્રો સાથે ટાઈમપાસ કરતી હોય ત્યારે બોલીવૂડમાં હોવાનું છોગુ લઈને નથી ફરતી. એ આજે જ્યારે શાળા જીવનના મિત્રો સાથે પાર્ટી કરે ત્યારે એના મિત્રો એવો અહેસાસ થવા નથી દેતા કે એ હવે બોલીવૂડની હીરોઈન બની ચૂકી છે. આ તમામ મિત્રોમાં વાણી- વર્તન હજી પણ એવા જ છે જે ફિલ્મની રિલીઝ પહેલા હતા.
હજી હમણા અનન્યા અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રવેશ અંગે વિવાદ જાગ્યો હતોે અને સોશિયલ મીડિયા પર એ આ ભારે ટ્રોલ થઈ હતી. જો કે એ પિતા ચન્કીની જેમ જાડી ચામડીની હોવાથી એને કોઈ ખાસ અસર નથી થઈ. આ બાબતે સત્ય શું છે એની એને જાણ છે. એણે કોઈની પાસે કશું પૂરવાર કરવાની જરૂરત નથી.
કરણ જોહરની ફિલ્મ દ્વારા કારકિર્દીની શરૂઆત થવી એ મોટું ગૌરવ છે. અનન્યા કહે છે કે હાઈ-વે અને રાઝી રિલીઝ થઈ એ અગાઉ કરણની પહેલી સ્ટુડન્ટ આલિયા પણ ખાસ્સી ટ્રોલ થઈ હતી. લોકો એના નામ સાથેના ટુચકા બનાવતા હતા. અને આજે એણે ટીકાકારોના મોં સીવી લીધા છે. એને ખાતરી છે કે એની બીજી ફિલ્મ દ્વારા એ ટીકાકારોને જડબાતોડ જવાબ આપશે.
અનન્યા પાંડે જાણે છે કે હાલમાં એ ઘણી યુવાન અને સહેજ કાચી કહી શકાય એ વયની છે. પરંતુ એ અને દર્શકો ધીમે ધીમે પુખ્ત થતા જશે અને એને મહત્ત્વના અને ગંભીર ભૂમિકાઓ મળતી થઈ જશે. એને ખુશી છે કે અભ્યાસનો મોહ જતો કરી એણે બોલીવૂડમાં ઝંપલાવ્યું.
કોલેજ અભ્યાસમાં વરસો વેડફવાને બદલે એણે ૨૦ની વયે ફિલ્મ સાઈન કરી લીધી. હવે એ પિતા ચન્કી પાન્ડે સાથે કોમેડી ફિલ્મમાં કામ કરવા માગે છે. સુહાના શાહરૂખ ખાન અને શના કપૂર નાનપણના મિત્રો છે. અને અભિનય બધાના લોહીમાં છે. સુહાના એક્ટિંગ સ્કૂલમાં તાલીમ લઈ રહી છે અને શનાયા પણ બોલીવૂડમાં ડેબ્યૂની તૈયારીમાં છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nEg683
ConversionConversion EmoticonEmoticon