
દિલે નાદાન તુજે હવા ક્યાં હે
આખિર ઇસ દર્દ કી દવા ક્યાં હે
હમ હે મુશ્તાક ઓર વો બેઝાર
યા ઇલાહી એ માજરા ક્યાં હે...ગાલીબ
ગા લીબ કહે છે - અરે મારા ભોળા હૃદય (naive heart) તને આ અચાનક તે શું થઇ ગયું... રંગીન મિજાજમાં રાચનાર આમ ગમગીન બની જાય તે તો કેમ ચાલે ? તને કઇ વાતની ખોટ છે તે આમ ચોટ ખાઈને ગંભીર બની ગયું છે. તારા દર્દની દવા તારી પાસે જ તો છે છતાં પૂછે છે ? ઇલાજ (Cure) ) તારા હાથમાં તો છે ખરેખર તું મુર્ખ જેવી વાત કરે છે. પ્રેમની પીડા તારા કોરા હૃદયને કોઈક ગોરી કોરી રહી છે.
શાયર કહે છે, અમે કઈ ક્રૂર નથી અરે અમે તો ખુબ જ આતુર (મુશ્તાક. eager))છીએ તેનો પ્રેમ મેળવવા પણ તેને લગીરે રસ (બેઝાર...disinterested)) નથી... એના અસંતોષને પ્રીછી શકવા અમે તો સાચે જ અસમર્થ છીએ...હે ઇશ્વર... આ કઇ અજબ જેવી વાત છે તે જ સમજાતું નથી... અમે ટાળીને અમારો જીવ બાળીને તેને શું મળશે... આવા એક પક્ષીય પ્રેમનો સ્વપ્નેય ખ્યાલ ન હતો...
મેં ભી મુહ મેં ઝબાન રખતા હું
કાશ પૂછો કે મુદા ક્યાં હે
મેં તો બસ હારો કે જીતો મોનનો (sailent) જ સહારો લીધો છે... બસ એ વિશ્વાસ સાથે કે એ જ પૂછી લે કે મારા કોમળ હૃદયમાં શું ઘમસાણ ચાલી રહ્યું છે... શું અમે ઇચ્છા રાખીએ છીએ તેનો તાગ એ મેળવી લે તો જ અમારા હૃદયની આગ ઠરે...
જબ કી તુજ બિન નહિ કોઈ મોજુદ
ફિર એ હંગામાએ ખુદા ક્યા હે...
હે ઇશ્વેર તું જ સર્વત્રે છે... તારા સિવાય કોઇનું અસ્તિત્વ નથી... આ સૌ સ્વીકારે છે... સૌ સંમત, એકમત, કોઈ શંકાને સ્થાન નથી છતાં આ શાની બુમાબુમ (હંગામા...comotion))હચમચી જવાય તેવી મચી રહી છે
તે જ સમજાતું નથી.
હમકો ઉનસે વફાકી હે ઉમ્મીદ
જો નહિ જાનતે વફા ક્યાં હે...
વફાદાર હોય તે વફાદારીની ખબરદારી રાખે તે વાજબી ગણાય... પણ સામી વ્યક્તિના સડી ગયેલા મગજને કઇ જ પડી ન હોય તો વાત કેટલી પીડાદાયક બને... પ્રામાણિકતાની પ્રસન્નતા જ જેને ન માણતા આવડે એ માત્ર કોઇકને સજા જ આપી શકે મજા કદી નહિ...
દુનિયામેં હમ હો ગયે ઇતને મશરૂફ (બીઝી) અલતાફ
ભૂલે ખુદાકી રઝા (ઇચ્છા) ક્યા હૈ... કઝા (મોત) ક્યાં હે...
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nuAc4H
ConversionConversion EmoticonEmoticon