દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મેળવવા બદલ અમિતાભ બચ્ચનને મુંબઇ પોલીસે અભિનંદન આપ્યા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 સપ્ટેમ્બર 2019, બુધવાર

અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકેે પુરસ્કાર મળ્યાની ઘોષણા બાદ ચારેકોરથી અભિનંદનની વર્ષા થઇ રહી છે. જેમાં બોલીવૂડના માંધાતાઓ સહિત મુંબઇ પોલીસનો પણ સમાવેશ થાય છે. મુંબઇ પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પર ક્રિએટિવ ્દાજમાં બિગ બીને વધામણી આપી છે. 

મુંબઇ પોલીસે અમિતાભની ફિલ્મ 'ઝંઝીર' ના પાત્ર વિજય થીની એક તસીવર શેર કરી છે. જેમાં તેઓ પોલીસના યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે. આ સાથે મુંબઇ પોલીસે પોસ્ટ કર્યું છે કે, '' દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી થવા પર વધામણી ઇન્સપેકટર વિજય અમિતાભ બચ્ચન. પેઢી દર પેઢી સદાબહાર, ઉર્જાવાન અને પ્રેરણાદાયક બની રહેવા માટે અમારી તમને સલામ.''

ઉલ્લેખનીય છે કે, અમિતાભને ઘણી ફિલ્મો માટે નેશનલ ફિલ્મ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે,, દેશના મહાન પ્રોડયુસર, ડિરેકટર અને સ્ક્રિન રાઇટર દાદા સાહેબ ફાળકેના સમ્માનમાં ભારત સરકારે ૧૯૬૯માં 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાનું શરૂ કર્યું હતું. ભારતીય સિનેમાનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ગણાય છે. સૌથી પહેલા આ પુરસ્કાર મેળવનારી અભિનેત્રી દેવિકા રાણી ચોધરી હતી.

આ પૂર્વે આ સમ્માન ૨૦૧૭માં વિનોદ ખન્નાને, ૨૦૧૫માં મનોજ કુમાર, ૨૦૧૪માં શશિ કપૂર, ૨૦૧૩માં ગુલઝાર અને ૨૦૧૨માં પ્રાણને મળ્યો આ પુરસ્કાર.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lNQ4hW
Previous
Next Post »