મુંબઇ 28 ઑગષ્ટ્ 2018
ટોચની અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યું હતું કે અમે સુઇ ધાગા ફિલ્મ માટે લગભગ અંધકાર કહી શકાય એવા વાતાવરણમાં પણ સિવણ ભરતકામ કર્યું હતું.
'આપણા દેશમાં દરજીઓ અને ભરતગૂંથણ કરનારા કસબીઓ કામને પહોંચી વળવા અને પરિવારના ભરણપોષણ માટે દિવસ રાત કામ કરતા હોય છે. સુઇ ધાગાના ડાયરેક્ટર મનીષ શર્મા
અને શરત કટારિયા એ દાખવવા માગતા હતા કે આપણા દેશના કસબીઓ દિવસ રાત પ્રકાશ કે અંધકાર જોયા વિના પોતાનું કામ કર્યે જતા હોય છે. એટલે કેટલાક શોટ્સ એવા લીધા હતા
જેમાં અમે સાવ આછા અજવાળામાં પણ કામ કર્યું હતું. કેમેરા ચાલુ હતો અને હું તથા વરુણ અમારા પાત્રોને ન્યાય આપી રહ્યાં હતાં' એમ અનુષ્કાએ કહ્યું હતું.
સુઇ ધાગા મેડ ઇન ઇન્ડિયા ફિલ્મમાં વરુણ અને અનુષ્કા એક નાનકડા નગરમાં વસતા દરજી અને ભરતગૂંથણ કરતાં પાત્રોને રજૂ કરી રહ્યા છે. એ માટે બંને કલાકારોએ સંબંધિત કસબ
સાથે સંકળાયેલા લોકો પાસે તાલીમ લીધી હતી. જેમ કે વરુણે પગથી ચલાવાતા સિલાઇ મશીન પર સીવણ કામ કરવાની તાલીમ લીધી હતી તો અનુષ્કાએ ભરતગૂંથણ સાથે સંકળાયેલી
ખૂબીઓ સમજી લીધી હતી.ઔઅનુષ્કાએ કહ્યું કે કેટલાક શોટ્સ અમે ચંદેરી ગામની સ્ટ્રીટ લાઇટ્સના અજવાળામાં આપ્યા હતા તો કેટલાક શોટ્સ અમે શુક્લ પક્ષની ચાંદની દરમિયાન
મકાનના ધાબા પર બેસીને આપ્યા હતા. આખરે તો ડાયરેક્ટર ઇચ્છતા હતા કે વાસ્તવિકતા રજૂ કરીએ અને આપણા દેશના કસબીઓને આ રીતે બિરદાવીએ.ઔઆ ફિલ્મમાં વરુણ અને
અનુષ્કા પહેલીવાર સાથે ચમકી રહ્યાં છે. આ ફિલ્મ યશ રાજ બેનરની છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2oht4W8
ConversionConversion EmoticonEmoticon