નવી દિલ્હી, તા. 28 ઓગસ્ટ 2018 મંગળવાર
મોડી રાતથી જ દિલ્હી-NCRના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુરુગ્રામ અને પશ્ચિમ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયુ છે અને કેટલાક વિસ્તારોમાં લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે.
સવારે શાળા અને ઓફિસો માટે નીકળેલા લોકોને ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવુ પડે છે. કેટલીક શાળાઓએ ભારે વરસાદને કારણે સ્કુલ બંધ કરી દીધી છે. એક મહિલાનું પણ મૃત્યુ થઈ ગયુ છે.
દિલ્હીના પાલમ મોડ, ધોળાકૂવામાં રસ્તા પર પાણી જમા થવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે. ત્યાં જ ગુરુગ્રામમાં પણ તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયુ છે. નોકરી-ધંધે જનારા લોકો અને ટુ વ્હીલરના ચાલકોને મુશ્કેલીને સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગ અનુસાર દિલ્હી NCR સાથે ગુરુગ્રામ, માનેસર, ભિવાની, ઝજ્જર, રેવાડી, મેરઠ, બરોટ, બાગપત, સોનીપતમાં આવનાર અમુક કલાકોમાં આંધી-તોફાન સિવાય મૂશળાધાર વરસાદની થવાની સંભાવના છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wlw0po
ConversionConversion EmoticonEmoticon