સોનુ માટે સ્ક્રીપ્ટમાં ફેરફાર કરવા પડયા



મુંબઇ 28 ઑગષ્ટ્ 2018

અભિનેતા સોનુ સૂદની સગવડ સાચવવા ફિલ્મ મણીકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસીની સ્ક્રીપ્ટમાં ફેરફાર કરવા પડયા હોવાની માહિતી મળી હતી.

આ અંગે તપાસ કરતાં રસપ્રદ વિગત જાણવા મળી હતી. બન્યું એવું કે મણીકર્ણિકામાં સોનુએ ભજવેલા કેટલાક સીન્સ ફરી શૂટ કરવા પડે એવું હતું. પરંતુ તકલીફ ત્યારે આવી જ્યારે 

કન્ટીન્યુઇટીનો વિચાર કરવાનો હતો. મણીકર્ણિકામાં સોનુ મરાઠા સરદારના રોલમાં છે એટલે એના ચહેરા પર મરાઠા સૈનિકો રાખે એેવી પાતળી મૂછ રખાવી હતી. બીજી બાજુ સોનુ રોહિત 

શેટ્ટીની સિમ્બા ફિલ્મ કરી રહ્યો છે જેમાં એણે દાઢી રાખવાની છે. મણીકર્ણિકાનું પોતાનું કામ પૂરું થયંુ એટલે સોનુએ દાઢી ઊગાડી. 

હવે જ્યારે એને કહેવામાં આવ્યું કે મણીકર્ણિકાના કેટલાક સીન્સ રિશૂટ કરવા પડે એમ છે ત્યારે સ્વાભાવિક રીતે જ સોનુ મૂંઝાયો. કારણ કે દાઢી કઢાવી નાખે તો સિમ્બાની કન્ટીન્યૂઇટીને 

વાંધો આવે.

આ સંજોગોમાં મણીકર્ણિકાના સર્જકોએ એવો નિર્ણય લીધો હતો કે સ્ક્રીપ્ટમાં થોડા ફેરફા કરીએ અને સોનુના પાત્રને દાઢી સાથે સ્વીકારી લઇએ. એ માટે એક નવી તરકીબ વિચારાઇ હતી 

જેની વિગતો હજુ જાહેર કરાઇ નથી. એક શક્યતા એવી છે કે સોનુને યુદ્ધકેદી તરીકે પકડાયેલો અને કારાગારમાં દાઢી સાથે રહેલો દેખાડવો. જો કે ખરેખર ડાયરેક્ટર ક્રીશ શું કરવાના છે એ હજુ ખાનગી રખાયું છે.

i



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ofeZIX
Previous
Next Post »