-મુંબઇ 28 ઑગષ્ટ્ 2018
અભિનેત્રી સઇ તામ્હણકરે કહ્યું હતું કે લવ સોનિયા ફિલ્મના મારા પાત્ર માટે મેં ડાયરેક્ટરની સૂચના મુજબ દસ કિલો વજન વધાર્યું હતું.
આ ફિલ્મમાં સઇ એક વેશ્યાનો રોલ કરી રહી છે. હન્ટર, તૂ હી રે અને ક્લાસમેટ જેવી ફિલ્મો કરી ચૂકેલી આ અભિનેત્રીએે કહ્યું કે અત્યાર અગાઉ મેં મરાઠીભાષી ફિલ્મો વધુ કરી છે. આ
ફિલ્મમાં મને તક મળી એટલે સારા લૂક માટે મેં વજન વધાર્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતાં એક સૂત્રે કહ્યું કે જ્યારે સઇને સ્ક્રીપ્ટ સંભળાવવામાં આવી ત્યારે એને ખ્યાલ આવ્યો કે મારે છોકરીઓની દલાલી કરતા પાત્ર (પીમ્પ) ને રજૂ કરવાનું છે. એ
માટે સાવ પાતળી દેખાઉં તો ચાલશે નહીં. એણે ડાયરેક્ટર સાથે ચર્ચા કરી અને પોતાનું વજન દસ કિલો જેટલું વધારી નાખ્યું. પીમ્પ અને કૂટણખાનાની માલિકણો આવી જ સ્થૂળ દેખાતી
હોય છે. ત્યારબાદ એણે કેટલીક પીમ્પની રીતભાતનો અને બોડી લંેગ્વેજનો અભ્યાસ કરીને પોતાના પાત્રની તૈયારી કરી.
લવ સોનિયામાં ચાઇલ્ડ ટ્રાફિકિંગના મુદ્દાને સમાવી લેતી કથા છે. તાજેતરમાં એનું ટ્રેલર રજૂ થયું હતું. બે મિનિટ અને ૪૨ સેકંડના આ ટ્રેલરમાં નાનકડાં નગરો, ગામડાં અને સાવ નાનકડા કસ્બાની માસૂમ બાળકીઓને પકડી લાવીને વેશ્યાગીરીન ધંધામાં ધકેલી દેવામાં આવે છે એવો અણસાર રજૂ થયો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NoTK2n
ConversionConversion EmoticonEmoticon