(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 27 ઓગસ્ટ 2018, સોમવાર
જયા પ્રદા પ્રાંતીય ભાષાની ફિલમોમાં કામ કરી રહી હતી. પરંતુ હવે તે ટચૂકડા પડદે પાછી ફરી રહી છે. જોકે આ વખતે તે રૃપેરી પડદે નહીં, પરંતુ ટચૂકડા પડદે જોવા મળશે. તે ' પરફેક્ટ પતિ નામની સિરીયલથી પાછી ફરી રહી છે.
જયા પ્રદાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં મારી જિંદગીના ૩૦ વરસો એકટિંગ કારકિર્દીને આપ્યા છે. ૧૬ વરસ હું રાજકારણમાં સક્રિય રહી અને હવે મને ફરીથી બોલીવૂડમાં કામ મળી રહ્યું હોવાથી હું ના પાડી શકી નહીં. અભિનય કરવા માટે ફિલ્મ હોય કે સિરીયલ મને કોઇ ઝાઝો ફરક પડતો નથી. એક હિંદી પ્રોજેક્ટ સાથે પણ વાતચીત ચાલુ છે. જોકે આ બાબત વધુ હાલ જણાવી શકું એમ નથી.
આ સિરીયલમાં જયા પ્રદા સાસુના પાત્રમાં જોવા મળશે. જે એક ડોમિનેટ સ્ત્રી છે. મારા પાત્રમાં નકારાત્મક શેડ્સ પણ છે. જોકે હું એક રંગીન જિંદગી જીવું છું, તેમ જયા પ્રદાએ પોતાના પાત્ર વિશે જણાવ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BT8FAC
ConversionConversion EmoticonEmoticon