શ્રીદેવીની નાની પુત્રી ખુશીને કરણ જોહર શાહરૂખ ખાનના પુત્ર સાથે લોન્ચ કરે તેવી શક્યતા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  27 ઓગસ્ટ 2018, સોમવાર

કરણ જોહરે ફિલ્મ 'ધડક થી સ્વ. શ્રીદેવીની પુત્રી જાહ્નવીને લોન્ચ કરી છે. હવે તેની યોજના નાની પુત્રી ખુશીને લોન્ચ કરવાની છે. 

બોની કપૂરની નજીકની વ્યક્તિએ જણાવ્યું હતું કે, ખુશીને જલદીજ કરણ જોહર લોન્ચ કરે તેવી શક્યતા છે. કરણે આ જવાબદારી સહર્ષ સ્વીકારી છે. જોકે ખુશીને લોન્ચ કરવાની વાતને તેઓ ખાનગી રાખવા ઇચ્છે છે. ખુશીને શાહરૃખ ખાનના પુત્ર આયર્ન સાથે લોન્ચ કરાય તેવી શક્યતા છે. જોકે આ માટે એક સારી અને યોગ્ય સ્ક્રિપ્ટની તેઓ તલાશમાં છે. 

જોકે કરણની આ યોજના કેટલા હદે પાર પડે છે તે તો સમય જ દાખવશે. બોની કપૂર બીજી પત્ની શ્રીદેવીના નિધન બાદ પુત્રીઓની કારકિર્દી અંગે સજાગ બન્યો હોય એવું લાગી રહ્યું છે. રક્ષાબંધના જિવસે જાહ્નવી અને ખુશીએ અર્જુન કપૂરને પ્રથમ વખત રાખડી બાંધી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MwLbGp
Previous
Next Post »