સારાઅલી ખાને પિતા સૈફ અલી ખાન સાથેની ફિલ્મમાં કામ ન કરવાનો નિર્ણય લીધો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 27 ઓગસ્ટ 2018, સોમવાર

સારા અલી ખાનેની ડેબ્યુ ફિલ્મ હજી રીલિઝ પણ  નથી થઇ છતાં તે વધુ પડતી વ્યસ્ત થઇ ગઇ છે. અત્યારથી તેની પાસે તારીખનો તોટો થઇ પડયો છે. પરિણામે પિતા સૈફ અલી ખાન સાથેની ફિલ્મ તેણે છોડી દીધી છે. આ ફિલ્મમાં મૂળ ફિલ્મ કરતાં દસ વરસ આગળ ધકેલવામાં આવી છે. 

કહેવાય છે કે, સારા અલી ખાન અને સૈફ અલી ખાન ફિલ્મ 'હિંદી મીડિયમ ૨ માં સાથે કામ કરવાના હતા. આ ફિલ્મ દ્વારા ઇરફાન ખાન પણ કેન્સર જેવી બીમારીમાંથી સાજો થઇને પાછો ફરી રહ્યો છે. જોકે હવે સારાએ તારીખની સમસ્યાનું કારણ આગળ ધરી આ ફિલ્મમાં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. સારા અલી ખાને આ ફિલ્મ માટે ફાળવેલી તારીખો અન્ય પ્રોજેક્ટ માટે આપી દીધી હોવાનું કહેવાય છે. 

જોકે સારા અને સૈફે આ ફિલ્મ સાઇન કરી નહોતી. ફક્ત વાતચીત દ્વારા જ આ ફિલ્મ કરવાની સંમતિ આપી હતી. પિતા-પુત્રી પરઆધારિત આ ફિલ્મનું શૂટિંગ લંડન અને મુંબઇમાં કરવાની યોજના છે. જોકે સારા હવે આ પ્રોજેક્ટથી અળગી થઇ ગઇ છે.

સારાએ આ ફિલ્મ છોડી દીધી છે અને અન્ય પ્રોજેક્ટ માટે તારીખ આપી દીધી છે. હવે દીકરીએ આ ફિલ્મ છોડી દીધી હોવાથી સૈફને આ ફિલ્મમાં કામ કરવામાં રસ છે કે નહીં તે હજી સ્પષ્ટ થયું નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MxQiG9
Previous
Next Post »