આજે સંવેદનશીલ ફિલ્મ સર્જકો બહુ ઓછા રહ્યા છે


મુંબઇ 28 ઑગષ્ટ્ 2018

 ટોચના ગીતકાર-સ્ક્રીપ્ટ રાઇટર જાવેદ અખ્તરે કહ્યું હતું કે આજે બોલિવૂડમાં ખરા અર્થમાં સંવેદનશીલ ફિલ્મ સર્જકો બહુ ઓછા જોવા મળે છે.

'તાજેતરમાં મને જે પી દત્તાની ફિલ્મ પલટન માટે ગીતો લખવાની તક મળી ત્યારે સીમાડા સાચવતા સૈનિકોના મનોભાવને સમજીને લખવાનું હતું. જે પી દત્તા જેવા ફિલ્મ સર્જકો 

સંવેદનશીલ રીતે લશ્કરી જવાનોની કથા રજૂ કરી રહ્યા છે. સૈનિકોના મનોભાવને સાચા સંદર્ભમાં સમજો નહીં તો ગીતમાં જાન ન આવે. ઘર પરિવાર પત્ની બાળકો સૌથી દૂર રહીને 

સીમાડાના નિર્જન વિસ્તારમાં બારે માસ ફરજ બજાવવી એ કાચા પોચાનું કામ નથી. સામાન્ય માણસ બે દિવસમાં પાગલ થઇ જાય. આસપાસ એક કાગડો પણ દેખાય નહીં એવી સૂમસામ 

ભૂમિ ચોવીસે કલાક જોયા કરવાની' એમ જાવેદે કહ્યું હતું.

તેમણે કહ્યું કે ગીતકારની આવા સંજોગોમાં કસોટી થતી હોય છે. ગીતો હૃદયસ્પર્શી ન બને તો પોલિટિશ્યનેાનાં ભાષણ જેવાં નીરસ અને નિર્જીવ બની જાય. સાચું પૂછો તો આજે બોલિવૂડમાં 

ખરેખર સંવેદનશીલ કહેવાય એવા સર્જકો બહુ ઓછા છે. મેાટે ભાગે મારધાડ અને હિંસાની ફિલ્મો બની રહી છે જેમાં નાજુક લાગણીઓને ક્યાંય સ્થાન હોતું નથી.

તેમણે વધુમાં કહ્યું કે ૧૯૫૦થી આજ સુધીમાં દેશભક્તિની ઘણી ફિલ્મો બની છે પરંતુ એમાં સચોટતા માત્ર જેપી દત્તા લાવ્યા છે કારણ કે એ પોતે સંવેદનશીલ માણસ છે. ભારતીય લશ્કર 

વિશેની એમની ટ્રિલોજી એ રીતે અજોડ ગણાય.


-------------



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2od7sui
Previous
Next Post »