
Non Bailable Warrant Issued Against Actor Prakash Raj : બોલિવૂડ અને સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રકાશ રાજ મુશ્કેલીમાં મુકાયા છે. બેંગલુરુની એક કોર્ટે તેમની સામે નોન-બેલેબલ વોરંટ (NBW - બિન-જામીનપાત્ર વોરંટ) જાહેર કર્યું છે. પ્રકાશ રાજ પર આરોપ છે કે, તેઓ એક કરતાં વધુ રાજ્યોના વોટર ID કાર્ડ (મતદાતા ઓળખપત્ર) ધરાવે છે, જે ચૂંટણી નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.
4 રાજ્યોના વોટર ID કાર્ડ હોવાનો આરોપ: આ મામલે વર્ષ 2019માં વકીલ દિલીપ કુમારે હલાસુરુ ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, પ્રકાશ રાજ પાસે કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા સહિત 4 રાજ્યોના વોટર ID કાર્ડ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jsOWBmS
ConversionConversion EmoticonEmoticon