
સમશાનમાં જ્યારે મહર્ષિ દધીચિના અંતિમ સંસ્કાર થઈ રહ્યાં હતા તો એમના પત્નિને વિયોગ સહન ના કરી શક્યાં અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મુંકી ને સળગતી ચિતામાં બેસીને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભુખથી રડતું બાળક પીપળાના નીચે પડેલા પાન, ને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યું અને ધીમે ધીમે પીપળાને જ ઘર માની ને મોટુ થવા લાગ્યો. એક દિવસ દેવર્ષિ નારદ ત્યાંથી નિકળ્યાને બાળકને પૂછયું તું કોણ છો ? બાળક કહે એ જ તો હું જાણવા માંગુ છું.
નારદજી : તારા માતા પિતા કોણ છે?
બાળક કહે એ પણ ખબર નથી. તમે મને કૃપા કરીને બતાવો ત્યારે નારદજીએ ધ્યાન ધરીને કહ્યું કે બાળક તું મહાન દાનવીર મહર્ષિ દધીચિનો પુત્ર છો તારા પિતાની અસ્થીમાંથી જ વ્રજ બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/z6aKSDM
ConversionConversion EmoticonEmoticon