વિલન પછી હવે ભૂત : અભિષેક બચ્ચન નવી ઈનિંગ્સ શરૂ કરવાની તૈયારીમાં


- અભિષેક બચ્ચનનો આ નવો તબક્કો તેની કારકિર્દી માટે અત્યંત મહત્ત્વનો સાબિત થઈ શકે છે. એ શાહરૂખની 'કિંગ'માં વિલન બન્યો છે. ઉપરાંત,  સિદ્ધાર્થ આનંદની હોરર ફિલ્મ પણ કરી રહ્યો છે

હિરો તરીકેની મધ્યમ સફળતા પછી હવે અભિષેક બચ્ચન પોતાની કારકિર્દીના રસપ્રદ અને નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન તેણે પોતાના અભિનય દ્વારા સાબિત કર્યું છે કે તે માત્ર એક સ્ટાર કિડ નથી, પણ એક ગંભીર અને બહુમુખી કલાકાર છે. હવે તેની આગામી ફિલ્મોની યાદી એવો સંકેત આપે છે કે તેણે પોતાને નવાં-નવાં પાત્રોમાં ઢાળીને દર્શકોને ચોંકાવવાની પૂરી તૈયારી કરી લીધી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OUKn3Zz
Previous
Next Post »