પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર મૃત્યુમાંથી પુનરુત્થાન પામ્યા છે


સમગ્ર સૃષ્ટિના સર્જનહાર પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા, અને માનવસેવા કરી રહ્યા હતા. લોકોને પરમેશ્વરના રાજ્યનો માર્ગ એટલે કે સ્વર્ગ, મોક્ષના માર્ગ વિષે શિક્ષણ આપી રહ્યા હતા ત્યારે તે સમયના રૂઢિચુસ્ત યહૂદી ધાર્મિક આગેવાનો કે જેઓએ લોકોને ઘણા બધા નિયમોમાં ઉલજાવી રાખ્યા હતા, તેમણે ઈસુ ખ્રિસ્તની ખોટા તહોમતો હેઠળ ધરપકડ કરાવી અને વધસ્તંભના મૃત્યુદંડની સજા અપાવી.

પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પરમેશ્વરના પુત્ર હોવાને નાતે પોતે પરમેશ્વર હતા, કે જેમને તેમની જ કૃતિ માણસજાત મારી શકે નહીં, પરંતુ દુનિયાના ઘણા બધા ધર્મશાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી, સાથે સાથે તે રક્ત નિર્દોષ અને નિષ્કલંક હોવું જોઈએ. જેઓને પાપોની માફી મળી છે તેઓ જ સ્વર્ગ/મોક્ષ પામી શકે. પ્રભુ ઈસુ નિર્દોષ અને નિષ્કલંક હતા અને તેમણે પોતે પોતાનો જીવ આપ્યો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bnuqvp9
Previous
Next Post »