રામાયણનાં પાત્રોને મુંબઈના ગેટ વે પર એક ઈવેન્ટમાં ઈન્ટ્રોડયૂસ કરાશે


- રણબીર કપૂર સહિતના કલાકારો હાજરી આપશે

- રામ નવમી નિમિત્તે ખાસ આયોજન : નિતેશ તિવારીએ તડામાર તૈયારીઓ આદરી  

મુંબઇ : રણબીર કપૂર, સાઈ પલ્લવી, સની દેઓલ સહિતના કલાકારોની ફિલ્મ 'રામાયણ'નાં પાત્રોને ઈન્ટ્રોડયૂસ કરાવવા માટે મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે આગામી રામ નવમીએ એક ગ્રાન્ડ ઈવેન્ટ પ્લાન કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે. 

ધારણા મુજબ  ફિલ્મના મુખ્ય કલાકારો રણબીર કપૂર, સાંઇ પલ્લવી, રવિ દુબે અને યશ હાજર આ ઈવેન્ટમાં હાજરી આપશે.  આ ઉપરાંત દેશભરના કેટલાક મહાનુભવોને પણ આ ઈવેન્ટ માટે નોતરું આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6nfLwrP
Previous
Next Post »