પંકજ કપૂરઃ શાહિદ તો દેશના શ્રેષ્ઠ અભિનેતામાં એક છે


એવા  તો ઘણાં બધા અભિનેતા  છે, જેઓ ખૂબ સારું કામ કરી રહ્યા  છે, પણ  આ બધામાં  માત્ર  એકનું નામ લેવું એતો અન્યોને અન્યાય  કરવા સમાન છે.  આમ છતાં મને લાગે છે કે અમારી પાસે ઘણા બધા યુવાનો છે જેઓ  ખૂબ જ પ્રતિભાશાળી  છે અને સારું  કામ કરી રહ્યા છે,' એમ  જાણીતા  અભિનેતા  અને દિગ્દર્શક   પંકજ  કપૂરે જણાવ્યુ ંહતું.

તાજેતરમાં  જાગરણ ફિલ્મ  ફેસ્ટિવલ (જેએફએફ)નું  આયોજન  થયું હતું.  આ ફેસ્ટિવલ વિશ્વના  સૌથી મોટા  ટ્રાવેલિંગ  ફિલ્મ ફેસ્ટિવલ  તરીકે  જાણીતો  છે. આ  ફેસ્ટિવલની ૧૨મી સિઝનની   ટેગલાઈન  'ગુડ સિનેમા ફોર એવરીવન' હતી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/T8YrUjh
Previous
Next Post »