૨૫મી ડિસેમ્બરને ક્રિસમસ કે નાતાલ તરીકે ઓળખવામાં આવે છે. નાતાલ ખ્રિસ્તિ લોકોનો મોટો તહેવાર છે. નાતાલનો સંદેશ ક્ષમા સાથે સંકળાયેલો છે. કોઈ માણસનો અપરાધ ક્ષમા કરવો એ બહુ મહાન વસ્તુ છે. ઈશુ ખ્રિસ્ત હંમેશા કહેતાં કે કોઈ વ્યક્તિથી જાણે અજાણે કોઈ ગુનો, અપરાધ કે ભુલ થઈ ગઈ હોય અને જો તમે તેને દંડ કે શિક્ષા કરશો તો એ બેવડા ગુના કરશે, પરંતુ તેને ક્ષમા આપવામાં આવશે તો તેનો અંતરાત્મા જાગશે અને તેને પશ્ચાતાપના ભાવ આવશે તે ફરીથી તે ભુલનું પુનરાવર્તન નહિં કરે. આવા અવતારી યુગપુરૂષો પોતાના જ્ઞાાન થકી લોક હૃદયે વસવાનું અને લોકોને સાચા રાહ પર લાવવાનું માધ્યમ બને છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/y2PiMAe
ConversionConversion EmoticonEmoticon