અલ્લુ અર્જુનના સમર્થનમાં આવ્યા બોલિવુડ-સાઉથના સ્ટાર્સ, નાના પાટેકરે કહ્યું- ગુનો હોય તો ધરપકડ કરો

Allu Arjun News : દેશભરના અનેક થિયેટરોમાં ફિલ્મ ‘પુષ્પા-2’ ધૂમ મચાવી રહી છે, તો બીજીતરફ ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુન ધરપકડ મામલે હૈદરાબાદમાં મોટો ડ્રામા જોવા મળ્યો છે. વાત જાણે એમ છે કે, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મની સ્ક્રીનિંગ વખતે નાસભાગ મચી હતી, જેમાં એક મહિનાનું મોત એક બાળક ઈજાગ્રસ્ત થયો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ અલ્લુ અર્જુન ધરપકડ થઈ અને પછી રાજકારણથી લઈને સોશિયલ મીડિયા યુઝ્સોમાં ખળભળાટ મચ્યો. પોલીસે સવારે અલ્લુ અર્જુનની તેના બેડરૂમમાંથી લઈ ગઈ હતી અને પછી હૈદરાબાદ કોર્ટમાં હાજર કર્યો હતો. જ્યાં ન્યાયાધીશે તેને 14 દિવસમાં જ્યુડિશયલ રિમાન્ડ પર મોકલ્યો અને તેના એક કલાક બાદ અલ્લુને તુરંત વચગાળાના જામીન મળી ગયા હતા. આ ઘટનાએ દેશ સહિત વિશ્વભરમાં ખળભળાટ મચાવ્યા બાદ અનેક નેતાઓ, બોલિવૂડ હસ્તીઓની પ્રતિક્રિયા સામે આવી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tv63GAL
Previous
Next Post »