રાધિકા આપ્ટે અનાયાસે જ મોમ બનવાની તૈયારીમાં


પોતાની ઓફફ બિટ ફિલ્મોની ચોઇસ માટે જાણીતી રાધિકા આપ્ટેએ પોતાની સગર્ભાવસ્થા (પ્રેગ્નન્સી)ની જાહેરાત માટે અલગ જ પ્લેટફોર્મ પસંદ કર્યું છે. સેલિબ્રિટીઝ મોટાભાગે સોશ્યલ મિડીયા પર પ્રેગ્નન્સીની અનાઉન્સમેન્ટ  કરતા હોય છે ત્યારે રાધિકાએ બીએપઆઇ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ઘરે પારણું બંધાવાનું હોવાના શુભ સમાચાર આપ્યા છે. ૧૬ ઓકટોબરે આપ્ટેએ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ફોટોગ્રાફર્સને બેબી બમ્પ સાથે પોઝ આપ્યા ત્યારે મહીનાઓ સુધી છુપાવાયેલું આ સિક્રેટ બહાર પડી ગયું 'મને એમ હતું કે એમનું (કેમેરામેન્સનું) મારા બમ્પ (ફુલેલા) પેટ પર ધ્યાન નહિ જાય પણ એ બહુ મોટું હતું. હકીકતમાં ફેસ્ટિવલમાં મારી મૂવી સિસ્ટર મિડનાઇટનું પ્રિમીયર ન હોત તો કદાચ કોઇને (પ્રેગ્નન્સીની) જાણ ન થાત. હું સોશ્યલ મિડીયા પર પોસ્ટ મૂકીને એનાઉન્સ નહોતી કરવાની, ઓહ ! આય એમ પ્રેગ્નન્ટ  !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/d1urmPS
Previous
Next Post »