લોકપ્રિય કલાકારોને કમબેક માટે ઓટીટી પ્રિય


- અર્શદ વારસીનો જ દાખલો લઈએ તો મોટા પડદે તેની  ઈમેજ માત્ર કોેમેડિયન તરીકેની હતી.  પરંતુ 'અસૂર' એ તેની  આ છબીને  સમગ્રપણે  બદલી નાખી. 

કોરોના કાળ દરમિયાન ભારતીયો  મોટા પ્રમાણમાં  ઓટીટી  તરફ વળ્યાં  ત્યારથી ત્રીજો પડદો  કંઈકેટલાય કલાકારો માટે પણ આશિર્વાદરૂપ  પુરવાર  થયો  છે. ખાસ કરીને  લાંબા  બ્રેક પછી કમબેક  કરવા માગતા બોલીવૂડના  કલાકારો માટે.

અભિનેતા  સંજય કપૂરની જ વાત કરીએ તો તે  કહે છે કે   અભિનય ક્ષેત્રે  વાપસી  કરવા માટે ઓટીટી  ઉત્તમ માધ્યમ  છે. તેનું મુખ્ય કારણ એ છે કે ફિલ્મોની  કહાણીઓ  મનને  સંતોષ આપે એવી  નથી હોતી.  વર્ષ ૨૦૧૮ માં 'લસ્ટ સ્ટોરીઝ' દ્વારા પોતાની અભિનય કારકિર્દીને  નવજીવન  આપનાર સંજય  કપૂર વધુમાં કહે છે કે સાવ એવું નહોતું કે મને ૭૦  એમએમના  પડદા  પર રજૂ થનારી  ફિલ્મોની ઓફરો જ નહોતી આવતી.  પરંતુ  મનને ગમી જાય એવું  પાત્ર ભજવવાનીથી ઓછું  મને કંઈ  નહોતું ખપતું.  વળી  સિનેમાઘરોમાં જે  ફિલ્મ રજૂ  થવાની હોય તેની બોક્સ ઓફિસ  સફળતા માટે  પુષ્કળ  માર્કેટિંગ  કરવાની જરૂર પડે.  અને આ માર્કેટિંગ એટલે બોલીવૂડનો  ટોચનો ચહેરો.  પરંતુ ઓટીટી  પર આવી કોઈ ઉપાધિ નથી હોતી.  જો તેનું  કન્ટેન્ટ  સરસ  હોય તો તને માટે સારા કલાકારોની જ જરૂર  રહે.

કમબેક  માટે ઓટીટી  પર પસંદગી ઉતારનાર  સંજય કપૂર  એકમાત્ર કલાકાર નથી.  તાજેતરમાં  જ ઈમરાન ખાને સુધ્ધાં   એક દશકથી પણ વધુ  સમય પછી પરત ફરવા  આ ત્રીજો પડદો  પસંદ કર્યો હતો.  અત્રે ઉલ્લેખનીય  છે કે ઈમરાન  ખાને વર્ષ ૨૦૧૧માં  'દિલ્હી બેલી'  અને ૨૦૧૦ની  સાલમાં  'આઈ  હેટ લવ સ્ટોરીઝ'  જેવી  ફિલ્મો કરી હતી.  તેવી જ રીતે ફરદીન ખાન સંજય લીલા ભણશાળીના  પ્રોજેક્ટ સાથે  વાપસી  કરી છે.  માધુરી દીક્ષિત  અને સુસ્મિતા સેન જેવી એક સમયની અત્યંત  લોકપ્રિય  અભિનેત્રીઓએ પણ  વેબ પ્રોજેક્ટ દ્વારા પરત ફરવાનો માર્ગ  ચૂંટયો હતો.

છેલ્લે 'ટોટલ ધમાલ' (૨૦૧૯)  માં  જોવા મળેલી  માધુરી દીક્ષિત  -નેનેએ  વર્ષ ૨૦૨૨ માં  વેબ  ફિલ્મ ' માજા  માં' અને વેબ સીરીઝ 'ધ ફેમ ગેમ'  દ્વારા  કમબેક  કર્યુ ંહતું.  આ સીરીઝના  સર્જક  બીજોય નામ્બિયાર   કહે છે કે અભિનેત્રીને નવા નવા પાત્રો ભજવવામાં વધુ રસ  પડે છે.  આ સીરીઝમાં  તેના ભાગે આવનારું  નોખા પ્રકારનું  પાત્ર તેના માટે   સૌથી મહત્ત્વની  બાબત હતી. આ સીરીઝને  ફિલ્મના   ફોર્મેટમાં  ઢાળી શકાય  તેમ નહોતું.  તેના આઠ એપિસોડ  ફિલ્મ કરતાં તદ્ન  અલગ  હતા. આ સીરીઝ અભિનેત્રી માટે પડકારજનક  હતી.  તેને  તેમાં  પોતાના કમ્ફર્ટ  ઝોનથી   બહાર આવીને કામ કરવાનું  હતંું.  અદાકારાએ   આ સીરીઝમાં કામ કરવાનું   સ્વીકાર્યું તેનું સૌથી મોટું  કારણ  આ જ  હતું.  વાસ્તવમાં  આવા કારણસર  જ કલાકારોને ઓટીટી  વધુ પ્રિય છે.

હવે  રવિના ટંડનની  વાત કરીએ  તો તેણે  'અરણ્યક' માં  હિમાચલ-પ્રદેશના  નાના નાગરની પોલીસ  અધિકારીની  ભૂમિકા દ્વારા વાપસી કરી. આ  કિરદારે  તેની અગાઉની  ફિલ્મોની ઈમેજ  તોડવામાં મહત્ત્વની  ભૂમિકા  ભજવી હતી.  

રવિના સ્વયં  આ વાત  કબૂલ  કરતાં કહે છે  કે મનને આ સીરીઝમાં  જેટલા રીવોર્ડ્સ  અને એવોર્ડ્સ મળ્યાં એટલા અગાઉ નથી મળ્યાં. મારા મતે  કલાકારો અને સિનેમા સર્જકોે  માટે ઓટીટી શ્રેષ્ઠ  માધ્યમ છે. ત્રીજો પડદો  તેમને પોતાની અગાઉની  છબિમાંથી  બહાર નીકળીને નવી  ઈમેજ  બનાવવામાં મદદ  કરે છે.

વાસ્તવમાં  સિનેમાઘરોમાં રજૂ  થતી  ફિલ્મોની બોક્સ ઓફિસની   સફળતા સૌથી મોટું  ટેન્શન  હોય છે. જ્યારે વેબ સીરિઝ તેની કહાણી-  કલાકારોના  અભિનય  ઈત્યાદિને પગલે સફળ  અથવા નિષ્ફળ  જાય છે, અર્શદ વારસીની જ વાત કરીએ તો મોટા પડદે તેની  ઈમેજ માત્ર કોેમેડિયન તરીકેની હતી.  પરંતુ 'અસૂર' એ તેની  આ છબીને  સમગ્રપણે  બદલી નાખી.  આ સીરીઝના  સહલેખક  ગૌરવ શુકલા કહે છે કે થિયેટ્રિકલ રીલીઝમાં  અભિનય ઉપરાંત અનેક પાસાં  ધ્યાનમાં લેવાના  હોય છે. જ્યારે ઓટીટી  પર  ફિલ્મ અથવા સીરીઝ  જોવ૩ા કોઈએ ટિકિટ  કઢાવવાની કે સિનેમાઘરો સુધી લાંબા થવાની જરૂર નથી પડતી. ગદકોઈપણ વ્યક્તિ પોતાની ફુરસદે ઘરબેઠાં  જ ઓટીટી   પર મનગમતું  કન્ટેન્ટ  જોઈ શકે છે.  હા,  જેમને ટોચના કલાકારોેને જ પડદા  પર જોવા  હોય તેમના  થિયેટરોમાં   જવું ફરજિયાત બની જાય છે. 

સંજય કપૂર  ઉમેરે છે કે જો ૭૦ એમએમના  પડદે રજૂ થયેલી  ફિલ્મથી કમબેક  કરવામાં આવે  અને તે બોક્સ ઓફિસ  પર તડાકો પાડે તો લોકો બેમોઢે  તમારી પ્રશંસા  કરે.  પરંતુ  તેમાં ધારી સફળતા ન મળે  તૅો લોકો એમ કહેવાનું ન જ ચૂકે. 'અરે  પૈસા નહીં કમાયા.'  આવી િસ્થિતિમાં  જાણીતા કલાકારો સુધ્ધાં  ઓટીટીના  માધ્યમથી જ કમબેક કરવાનું પસંદ કરે છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xVJo3MN
Previous
Next Post »