ઇંડા મૂકનારૂં ચાંચવાળુ સસ્તન પ્રાણી : ડકબિલ પ્લેટિયસ


ચા ર પગ વાળા સસ્તન પ્રાણીઓને ખોરાક લેવા મોં અને દાંત હોય છે અને તે બચ્ચાંને જન્મ આપે છે. પરંતુ ડકબિલ પ્લેટિયસ સસ્તન પ્રાણી હોવા છતાં ય બતક જેવી ચાંચ ધરાવે છે અને ઇંડાં મૂકે છે. અર્ધું પક્ષી અને અર્ધા પ્રાણી જેવું આ જાનવર ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તેની પૂંછડી ચપટી અને પહોળી હોય છે. તેના શરીર પર ભરચક રૂવાંટી હોય છે. રૂવાંટી વોટરપ્રૂફ હોવાથી તે  પાણીમાં ઊંડે સુધી ડૂબકી લગાવી શકે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e1dUim
Previous
Next Post »