મુંબઇ: કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી ફરી એક ફિલ્મ સાથે કરવાની વાત આવી છે. હાલ તેઓ દિવાળી પર પોતાની બૂલ ભૂલૈયા ૩ ફિલ્મની રિલીઝની રાહ જોઇ રહ્યા છે.તેવામાં તેમણે વધુ એક ફિલ્મ સાથે સાઇન કરી હોવાની ચર્ચા છે. રિપોર્ટને સાચો ાનીએ તો કાર્તિક અને તૃપ્તિએ ટી સીરીઝ સાથે એક રોમેન્ટિક ફિલ્મ સાઇન કરી છે.
મળેલા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, કાર્તિકે ટી સીરીઝ સાથે એક ફિલ્મના કરાર કર્યા છે. જે એક પ્રેમ કથા પર આધારિત છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૪ સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવશે. કાર્તિકને લવસ્ટોરી પર આધારિત ફિલ્મ ોપસંદ છે અને તે અનુરાગ બાસુ સાથે કામ કરવા ઉત્સાહિત છે. તેણે તોડા અઠવાડિયાઓ પહેલાં જ ફિલ્મની સ્ક્રિપ્ટ સેશન પુરી કરી લીધી છે. અને અભિનેતા અનુરાગ બાસુ સાથે એક પ્રેમીની ભૂમિકા નિભાવવા તૈયાર છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gCcreBb
ConversionConversion EmoticonEmoticon