માનુનીનો પોશાકનો રંગ, મેકઅપ અને આભૂષણો તેના ત્વચાના વર્ણને અનુરૂપ હોય તો તેનું સૌંદર્ય ખિલી ઊઠે છે. સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ગોરો વર્ણ જ આકર્ષક લાગે. પણ ગોરી યુવતીના ડ્રેસનો રંગ, મેકઅપ અને જ્વેલરી તેની ત્વચા પર શોભી ઊઠે એવા ન હોય તો તે મોહક દેખાવાને બદલે ફિક્કી લાગે છે. આવું ન બને એટલે સૌંદર્ય નિષ્ણાતો કયા વર્ણ પર શું શોભે તેની સમજ આપતાં કહે છે.
જો તમારી ત્વચા ગોરી હોય તો મેકઅપમાં ગ્રે રંગનું સ્મોકી આઈ લુક બેસ્ટ લાગશે. હોઠ પર વાઈબ્રન્ટ પિંક, ચેરી જેવા કલર આકર્ષક દેખાશે. અને ચીક બોન પર હળવો ગુલાબી રંગ લગાવો.
વસ્ત્રોના રંગની વાત કરીએ તો ગ્રીન, ડાર્ક પીચ, ડાર્ક પિંક, રેડ કે બ્લેક જેવા રંગો ખિલી ઊઠશે. પણ લાઈટ પિંક કે લાઈટ પીચમાં ગોરી યુવતી ફિક્કી લાગે છે.
આ વર્ણ પર માત્ર સોના કે ચાંદીના ઘરેણાં નહીં શોભે. સોનામાં રંગીન રત્નો જડેલાં હોય એવાં કે મીનાકારી આભૂષણો તેમને અત્યંત સુંદર લાગશે.
પરંતુ જો તમારી ત્વચા ઘઉંવર્ણી હોય તો સ્વિસ ચોકલેટ જેવો કલરફુલ સ્મોકી આઈ લુક સારો લાગશે. જ્યારે લિપસ્ટિકમાં મધ્યમ ગુલાબી, લાલ, ઓરેંજ કે રેડ કલર સરસ લાગશે. ચીક બોન પર પણ પિંક કે રેડ આકર્ષક દેખાશે.
ઘઉંવર્ણી ત્વચા પર વાઈટ, સ્કાય બ્લુ, સોફટ પિંક કે લેમન કલર સરસ લાગશે. એકવામરીન કલર પણ આ વર્ણ પર શોભે છે.
જ્યારે આભૂષણોમાં સોના-ચાંદી બંને પ્રકારના ઘરેણાં સુંદર લાગશે. અલબત્ત, તેમાં રંગીન રત્નો જડેલાં હશે તો તે વધુ આકર્ષક લાગશે.
કાળી ત્વચા ધરાવતી માનુનીઓ હંમેશા એ વાતે મુંઝાતી રહે છે કે તેમને કેવા વસ્ત્રાભૂષણો પહેરવાં કે કેવો મેકઅપ કરવો. તેઓ એમ જ માને છે કે તેમને કાંઈ નહીં શોભે. પણ તેમની આંખો પર ડાર્ક બ્લેક અને બ્રાઉન કલરનું સ્મોકી મેકઅપ એકદમ સરસ લાગશે. જ્યારે હોઠ પર પ્લમ કે વાઈન કલર ખિલી ઉઠશે. બ્લશ માટે પ્લમ, રેડ, બ્રાઉન કલર પરફેક્ટ ગણાશે.
વસ્ત્રોમાં નિઓન પિંક, જ્યુસી લાઈમ કે પોપટી રંગ સારાં લાગશે. હા, નિઓન યેલો કલર પણ આ વર્ણ પર સારો લાગે છે.
ડસ્કી સ્કીનને કારણે લઘુતાગ્રંથિ અનુભવતી યુવતીઓ માટે સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે આના જેવો સેકસી વર્ણ બીજો કોઈ નથી. આ રંગ સાથે સોને મઢ્યા હીરાના ઘરેણાં ખૂબ સુંદર લાગે છે. આ ઉપરાંત રંગીન રત્નો જડેલાં આભૂષણો પણ મસ્ત દેખાય છે. હા, ચાંદીના અલંકારો કાળા વર્ણ પર નહીં શોભે. સિવાય કે તે ઓકિસડાઈસ કરેલાં હોય.
- અવન્તિકા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JBZlhsx
ConversionConversion EmoticonEmoticon