ક્રુડમાંથી શું શું બને છે તે પણ જાણો .


ક્રુડ એટલે જમીનમાંથી નીકળતું કાળા રગડા જેવું તેલ. તેમાંથી પેટ્રોલ, ડિઝલ અને કેરોસીન બને છે તે વાત જાણીતી છે. પરંતુ આપણા રોજીંદા ઉપયોગમાં આવતી કેટલીક વસ્તુઓ પણ ક્રુડમાંથી જ બને છે. તે જાણી તમને નવાઈ લાગશે. કપડા ધોવા માટેનો ડિટર્જન્ટ પાવડર અને સાબુ ક્રુડમાંથી મળતા પેટ્રો કેમિકલ્સમાંથી જ બને છે. રીફાઈન્ડ થવાથી ક્રુડમાંથી અનેક પેટ્રો કેમિકલ્સ છૂટા પડે છે. તેમાંથી રેસા પણ બને તેનો ઉપયોગ કાર્પેટ, પડદા. અને આ પડદા વોટરપ્રુફ હોય અને કરચલી પણ ન પડે તેવા સુંદર હોય છે.

તમે નહિ માનો પણ કેટલીક દવાઓ પણ પેટ્રોકેમિકલ્સમાંથી બને છે જો કે પુરાણા જમાનામાં પણ ક્રુડનો કેટલીક દવા તરીકે ઉપયોગ થતો હતો ક્રુડમાંથી ખાતર અને જંતુનાશક દવાઓ તો ઘણી બને છે. જો આ જંતુનાશક ન હોત તો આજે અનાજનું ઉત્પાદન અર્ધું જ થઈ ગયું હોત.પ્લાસ્ટિકનો ઉપયોગ તો જાણીતો જ છે. તમામ જાતના પ્લાસ્ટિક પેટ્રોકેમિકલ્સમાંથી બને તે પ્રમાણે ઓઈલ પેઇન્ટ, શાહી રંગો તો ખરા જ.મીણબત્તી માટેનું મીણ, ડામર, કૃત્રિમ રબર, સિન્થેટિક કપડાં વગેરે હજારો ચીજો પેટ્રોકેમિકલ્સમાંથી બને છે. જગતના મોટા ભાગની  ઉપયોગી વસ્તુઓ ક્રુડમાંથી બને છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/HjXoIgu
Previous
Next Post »