Malaika Arora Father Death: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું મૃત્યુ સમય જતા રહસ્ય બની રહ્યું છે. એક તરફ અનિલ મહેતાએ આત્મહત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો બીજી તરફ આ ઘટનાને અકસ્માત કહેવામાં આવી રહી છે. જોકે હજુ સુધી કોઈને ખબર નથી કે સત્ય શું છે ? પોલીસ પણ આ મામલે ખૂબ જ ધીરજ અને ગંભીરતાથી તપાસ કરી રહી છે, પરંતુ કેટલાક સવાલો હજુ પણ અકબંધ છે જે આ ઘટનાક્રમના રહસ્યને વધુ જટિલ બનાવી રહ્યા છે. ચાલો જાણીએ કે કયા 3 સવાલો છે જેનો જવાબ ન મળતા મામલો ગૂંચવાયો છે.
મોત પર ઉભા થતા સવાલો :
1 - અનિલનો ફોન સ્વીચ ઓફ :
મલાઈકા અને અમૃતાએ પોત-પોતાના નિવેદનમાં કહ્યું છે કે અનિલે મૃત્યુ પહેલા બંને પુત્રીઓ મલાઈકા અને અમૃતા સાથે ફોન પર વાત કરી હતી. આ ફોનમાં અનિલે તેમને કહ્યું હતું કે હું બીમાર છું અને થાકી રહ્યો છું, પરંતુ અહીં નોંધનીય વાત એ છે કે જો અનિલે આત્મહત્યા કરી હોય તો તેણે તેનો ફોન સ્વીચ ઓફ કેમ કર્યો? જો આ અકસ્માત છે તો અનિલનો ફોન આપોઆપ સ્વિચ ઓફ કેવી રીતે થઈ શકે ? આ સવાલનો જવાબ કોઈની પાસે નથી કે અનિલનો ફોન સ્વીચ ઓફ કેવી રીતે થયો?
2 – પર્સનલ ડાયરી ગુમ :
તપાસ આગળ વધતા સામે આવ્યું કે અનિલ મહેતા અંગત ડાયરી લખતા હતા. અનિલ રોજબરોજની વસ્તુઓ આ ડાયરીમાં લખતા હતા પરંતુ મામલો અહિં પણ અટકી ગયો છે કારણકે અનિલ મહેતાની આ અંગત ડાયરી ગાયબ છે. સ્વાભાવિક છે કે જો કોઈ વ્યક્તિ રોજિંદા કામકાજ-વિચારોની ડાયરી લખે છે તો તેને છુપાવશે કેમ ? પણ અહિં અનિલની ડાયરી કોઈને નથી મળી રહી. પોલીસ આ ડાયરીની શોધ કરી રહી છે અને આ ડાયરીમાંથી અનિલના મૃત્યુ સાથે જોડાયેલી કોઈક મહત્વની કડી મળી શકે તેવી ધારણા છે.
3 – સ્યુસાઈડ નોટ પણ નહિ :
અનિલ મહેતાએ આત્મહત્યા કરી છે કે અકસ્માત હતો તે અંગે કોઈ નક્કર નિવેદન નથી આપી શકતું, પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ પણ થાય છે કે જો અનિલે આપઘાત જ કર્યો છે તો તેમણે કોઈ સુસાઈડ નોટ કેમ છોડી નથી? શું તે પોતાની દીકરીઓ, પત્ની કે પરિવારને કંઈ કહેવા નહોતા માંગતા? શું અનિલના દિલમાં એવું કંઈ નહોતું જે તે તેના પરિવારને અંતિમ વખતમાં કહેવા માંગતા હોય. તેમની અત્યાર સુધીની પરિવાર સાથેની સફર કે અન્ય કોઈ ઈચ્છા નહોતી ? જો હોત તો એકાદ નોટ તો મળી જ હોત. લા જો આ અકસ્માત છે તો અનિલની અંગત ડાયરી ક્યાં જાય ?
વધુ વાંચો : આટલું બધું ડિજિટલ... પાકિસ્તાનમાં પિતાએ ભારે કરી, દીકરીના માથે જ લગાવી દીધા CCTV
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lBX2mVd
ConversionConversion EmoticonEmoticon