અજમાવી જૂઓ .


- બોરિક પાવડરમાં થોડી સાકર તથા પાણી ભેળવી નાની નાની ગોળીઓ બનાવી વાંદા થતા હોય તે સ્થાને રાખવાથી વાંદાનો ઉપદ્રવ દૂર થશે.

- લીંબુની છાલને નખ તથા દાંતે રગડવાથી ચમકી ઊઠશે.

- મુખમાંથી કાંદાની દુર્ગંધ દૂર કરવા લીંબુનો રસ તથા ગુલાબજળના મિશ્રણથી કોગળા કરવા.

- કાંદા કાપ્યા બાદ હાથે મીઠું રગડવું જેથી કાંદાની દુર્ગંધ દૂર થશે.

- દૂધ ઉકાળતી વખતે તપેલાની કિનારી પર માખણ લગાડવાથી દૂધ ઉભરાશે નહીં.

- બટાકાના સુપમાં થોડું આદુ ઉમેરવાથી સુપ સ્વાદિષ્ટ થશે.

- શાકને સમારતા પૂર્વે જ ધોઈ લેવા જેથી તેમાંનું પૌષ્ટિક તત્વ જળવાઈ રહે.

- શાકને રાંધતી વખતે જ સમારવું જેથી તેની પૌષ્ટિકતા નાશ  ન પામે.

- વાસી માખણમાંથી દુર્ગંધ દૂર કરવા માખણને થોડીવાર સુધી ખાવાના સોડાવાળા પાણીમાં રાખી મૂકો.

- દૂધ જમાવતી વખતે મેળવણ નાખીને પાણીમાં નાખીને દૂધને ફીણીને રાખવું એનાથી દહીં ઘટ્ટ જામશે.

- બટાકા કાપીને મીઠાવાળા પાણીંમાં રાખવાથી એમાંના વિટામિન તત્વો જાળવાઈ રહે છે.

- એલચી ખાવાથી મુખમાંથી દુર્ગંધ દૂર થાય છે.

- પિત્ત તથા કફથી પીડાતી વ્યક્તિ માટે એલચી લાભદાયક છે. 

- એલચીની તાસીર ઠંડી હોવાથી હરસમાં ફાયદાકારક નીવડે છે. 

- મુખમાંના છાલા દૂર કરવા એલચીનું સેવન કરવું.

- ઘી-તેલ મસાલાયુક્ત ભોજન બાદ એલચીનું સેવન કરવાથી ફાયદાકારક નીવડે છે.

- મીનાક્ષી તિવારી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7sPOYe9
Previous
Next Post »