સહિયર સમીક્ષા .


- છેલ્લાં એક વરસથી જાણે મારી સેક્સની ભૂખ મરી ગઈ છે. મનમાં શરીર સંબંધ બાંધવાનું મન જ થતું નથી. હંમેશાં ટેન્શનમાં રહું છું. 

* શું તમે મને જણાવી શકો છો કે સિરિયલમાં કામ કરવા માટે શું કરવું પડે છે? મારું શરૂથી જ ટીવી સિરિયલમાં કામ કરવાનું ખૂબ મન છે. જો હું તેના માટે મુંબઈ જાઉં તો ત્યાં રહેવાની વ્યવસ્થા હશે? ત્યાં બધું અજાણ્યું તો નહીં લાગે ને?

એક યુવતી (અમદાવાદ)

* આ ક્ષેત્ર જેટલું ચમકદારભર્યું અને આકર્ષક દેખાય છે, તેમાં દાખલ થવું તેટલું જ મુશ્કેલભર્યું છે. તદુપરાંત તેના માટે ખૂબ જ સ્ટ્રગલ પણ કરવી પડે છે. આજકાલ મહાનગરોમાં એક્ટિંગ શીખવા મોટે કાયદેસરની એક્ટિંગ સ્કૂલ ખૂલી ગઈ છે, જ્યાં યુવાનોને સિરિયલ અને ફિલ્મ સંબંધી પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ પ્રશિક્ષણ લીધા પછી પણ કોઈ ગેરન્ટી નથી કે અભિનયના ક્ષેત્રમાં તમને સફળતા મળશે જ.

તદુપરાંત નવા શહેરમાં રહેવા, ખાવાપીવા વગેરેની વ્યવસ્થા કરવી પણ સરળ નથી. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં જો તમે આ ક્ષેત્રમાં જવા ઈચ્છતા હોય, તો ઈન્ટરનેટ દ્વારા તે મહાનગર કે જ્યાં તમે જવા ઈચ્છો છો, તેની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરીને તમારા ઘરના કોઈ વડીલ સભ્યને સાથે લઈને જ ત્યાં જાઓ.

* હું ૩૫ વર્ષની ી છું અને મને મલ્ટિપલ સ્કલેરોસિસનો રોગ છે. છેલ્લા ૨ વર્ષમાં ૪ વાર આ રોગનો હુમલો આવ્યો છે. હું પરેશાન થઈ ગઈ છું. સારું તો એ છે કે વાયસ્લોન લેવાથી રોગ કાબૂમાં આવી જાય છે. હાલ હું તમામ કામ કરી શકું છું, પરંતુ ભવિષ્યમાં શું થશે એ વાતથી ગભરાઉં છું. કોઈ નિષ્ણાતે કહ્યું છે કે ઈન્ટરફેરોન દવા મલ્ટિપલ સ્કલેરોસિસ રોગ પર કાબૂ મેળવવામાં સક્ષમ છે, પરંતુ એ વિદેશથી મંગાવવાની રહે છે. શું એ વાત સાચી છે? આ દવા દેશમાં ક્યાં સુધીમાં મળી રહેશે. આ દવા ઘણી મોંઘી છે? મને યોગ્ય સલાહ આપો.

એક સ્ત્રી (ધર્મજ)

* તમારા વિવરણથી એ વાત સ્પષ્ટ છે કે તમારો રોગ રિપ્લેસ થઈ રહ્યો છે. રોગનાં આ પ્રકારનાં લક્ષણથી એવું પ૦ ટકા બને કે સમય જતાં રોગ વધુ ગંભીર બની શકે છે. આ પરેશાનીથી બચવા માટે માત્ર  વાયફ્લોન જેવી સ્ટીરોઈડ દવા લેવી જ જરૂરી છે તેવું નથી, સાથે એવી કોઈ દવા લેવી જરૂરી છે કે જેનાથી આ રોગ પર ચોક્કસપણે કાબુ રહી શકે. ઈન્ટરફેરોન દવામાં આ ગુણ છે.

છેલ્લાં ઘણાં વર્ષથી ઈન્ટરફેરોન દેશના તમામ ભાગમાં સહેલાઈથી મળે છે. એટલું જ નહીં, એ હવે ભારતમાં પણ બનવા લાગી છે, પરંતુ બીજી દવાની સરખામણીમાં એ થોડી મોંઘી તો છે. તેને માત્ર રસીના માધ્યમ દ્વારા લઈ શકાય છે. તેને ૨-૩ વર્ષ સુધી લેવી જરૂરી છે તો જ તે અસરકારક સાબિત થાય છે. યોગ્ય એ છે કે તમે તમારા ન્યૂરોલોજિસ્ટને આ ઉપચાર વિશે વિસ્તારથી કહો અને ચર્ચા કરી લો. તે પછી ઈન્ટરફેરોન દવા લેવા અંગેનો કશો નિર્ણય લો.

  * છેલ્લાં એક વરસથી જાણે મારી સેક્સની ભૂખ મરી ગઈ છે. મનમાં શરીર સંબંધ બાંધવાનું મન જ થતું નથી. હંમેશાં ટેન્શનમાં રહું છું. શું કરવું તે સમજાતું નથી. તમે માર્ગદર્શન આપો કે આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવું?

એક પુરુષ (સુરેન્દ્રનગર)

* શરીર સુખ પામવા મન અને મગજની સ્વસ્થ સહભોગિતા અનિવાર્ય છે. મન રાગમાં હશે, સ્વસ્થ હશે, ઉમંગમાં હશે તો સુખ મળશે. જો મન તાણથી ઘેરાયેલું હશે તો ન તો સેક્સ જાગૃત થશે ન સારી રીતે ભોગવીને સુખ મેળવી શકશો.

આ સ્થિતિમાં અનેક પ્રકારની પરિસ્થિતિ જવાબદાર હોઈ શકે છે. પતિપત્નીના પરસ્પરના સંબંધોમાં ઠંડાપણું આવી જાય અથવા મન ઊંચા થઈ જાય, ઘર કે બહાર કલેશ, આર્થિક તંગી અથવા પ્રતિકૂળ પરિસ્થિતિના કારણએ તાણ કાયમ ભારરૂપ બને છે. હતાશાના કારણે સેક્સની ઇચ્છા નાશ પામે છે.

આવી દુઃખભરી સ્થિતિમાંથી બહાર આવવા માટે સૌપ્રથમ મનમાં ઊંડે ઊતરવાની જરૂર છે. તમારી અંદર તાણ શા કારણે છે, એ સમજવું જરૂરી છે. જો તમે તમારી જાતે તેનો તાગ મેળવી શકો તો ઘણું સારું છે, પરંતુ જો તમે તમારા મનને ખંખોળીને શોધી કાઢવા અશક્ત હો તો કોઈ મનોવૈજ્ઞાાનિકની સલાહ લો. તાણ, દુઃખ, ચિંતા, હતાશા જેવી સ્થિતિને દૂર કરવામાં કાઉન્સલિંગ તથા દવા બંનેની જરૂર રહે છે. પતિ તરફથી કોઈ પરેશાની હોય તો સાથે બેસીને તેનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો. જો આ શક્ય ન હોય તો ઘરના કોઈ વડીલ કે મિત્રની મદદ લો. તેનાથી પણ વાત ન બને તો કોઈ મનોવૈજ્ઞાાનિક અથવા મેરિજ કાઉન્સેલર સાથે સલાહ પરામર્શ કરો. કોઈપણ રીતે, પરંતુ આ પરિસ્થિતિમાંથી બહાર આવવું એ તમારા પરિણીત જીવન માટે જરૂરી છે.

- નયના



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5HEsUeo
Previous
Next Post »