કેન્સરના ખોટા સમાચાર જોઈને મીડિયા પર ભડક્યા મેગાસ્ટાર ચિરંજીવી, અફવા ન ફેલાવવા કરી અપીલ

Image:Instagram

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર અને એક્ટર રામ ચરણના પિતા ચિરંજીવી સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે. દરરોજ તે કોઈને કોઈ પોસ્ટ શેર કરતા રહે છે, પરંતુ આ વખતે અભિનેતાએ એક પોસ્ટ દ્વારા મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, જેના પછી અભિનેતા લાઈમલાઈટમાં આવી ગયો છે. વાસ્તવમાં ચિરંજીવી વિશે એવા સમાચાર હતા કે તેને કેન્સર છે અને તે સારવાર દરમિયાન બચી ગયો છે. ચિરંજીવીને કેન્સર થયાના સમાચારથી તેના ફેન્સ પણ ટેન્શનમાં આવી ગયા હતા. હવે ચિરંજીવીએ આ સમાચારનું સત્ય જણાવતા આવા સમાચાર ફેલાવવાવાળાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. 

ચિરંજીવીએ પોસ્ટ કરી આપી માહિતી

ગઈકાલે સાંજે ચિરંજીવીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું, "થોડા સમય પહેલા કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરતી વખતે મેં કહ્યું હતું કે કેન્સર વિશે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. મેં તમને કહ્યું કે જો તમે નિયમિત મેડિકલ ટેસ્ટ કરાવો તો તમે કેન્સરથી બચી શકો છો. હું સજાગ હતો અને કોલોન સ્કોપ ટેસ્ટ કરાવ્યો. મેં કહ્યું કે નોન-કેન્સર પોલિપ્સ શોધી કાઢીને દૂર કરવામાં આવ્યા હતા. મેં કહ્યું હતું કે જો હું ટેસ્ટ ન કરાવું તો તે કેન્સરમાં ફેરવાઈ જશે. તેથી જ દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ અને ટેસ્ટ કરાવવું જોઈએ. મેં માત્ર એટલું જ કહ્યું હતું.'

પત્રકારો અને મીડિયા પર ભડક્યો ચિરંજીવી

ચિરંજીવીએ આગળ લખ્યું, 'પરંતુ કેટલીક મીડિયા સંસ્થાઓ તેને યોગ્ય રીતે સમજી શકી નહીં અને 'મને કેન્સર થયું' અને 'સારવારને કારણે હું બચી ગયો' જેવી પોસ્ટ લખી કાઢી હતી. આવા પત્રકારોને અપીલ છે આવા ખોટા સમાચાર ન આપવા. વિષયને સમજ્યા વિના બકવાસ ન લખો. જેના કારણે ઘણા લોકો ડરી ગયા છે અને દુખી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6jqNzOv
Previous
Next Post »