![]() |
| Image:Twitter |
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ઋષભ શેટ્ટી પોતાની સુપરહિટ ફિલ્મ 'કંતારા'ની સિક્વલને લઈને ચર્ચામાં છે. તેમણે ફિલ્મની સિક્વલ પર કામ પણ શરૂ કરી દીધું છે. ઋષભના ફેન્સ પણ આ ફિલ્મની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઋષભે હાલમાં બેંગલુરુમાં ફિલ્મ સિટી બનાવવાની અપીલ કરી છે.
ઋષભે બેંગલુરુમાં ફિલ્મ સિટી બનાવવાની વિનંતી કરી
ઋષભ શેટ્ટીએ બ્લોકબસ્ટર ફિલ્મ 'કંતારા' દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ફિલ્મની સફળતા બાદ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવ્યા પછી ઋષભને પ્રસારણ અને માહિતી મંત્રાલય દ્વારા આયોજિત 9મી સેવા, સુશાસન ગરીબ કલ્યાણ નેશનલ કોન્ક્લેવમાં પેનલિસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા શક્તિ પર પ્રકાશ નાખવાનો હતો. કાર્યક્રમમાં આ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો કે ભારતના યુવાનો સમગ્ર દેશમાં પરિવર્તન લાવી શકે છે. ઋષભે તકનો લાભ ઉઠાવતા કહ્યું કે તેને સરકાર તરફથી કેવી રીતે સમર્થન મળી રહ્યું છે. આ સાથે તેણે બેંગલુરુમાં ફિલ્મ સિટી બનાવવાની વિનંતી પણ કરી હતી.
દર્શકો સુધી પહોંચવું એ એક પડકાર છે
ઋષભે વધુમાં કહ્યું કે દર્શકો સુધી પહોંચવું એ એક પડકાર છે અને અમને સરકાર તરફથી સમર્થન મળી રહ્યું છે. બેંગલુરુમાં ફિલ્મ સિટી જેવી કેટલીક માંગણીઓ પૂર્ણ થશે એવી અપેક્ષા છે અને દર્શકો પણ તેમની મનપસંદ ફિલ્મો સરળતાથી જોઈ શકશે. ઋષભના ફેન્સ આ માંગથી ઘણા ખુશ છે અને તેના નિર્ણયની પ્રશંસા પણ કરી રહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/n4YvWhK

ConversionConversion EmoticonEmoticon