અનુષ્કા શર્મા હવે વર્ષમાં 1 જ ફિલ્મ કરશે, એકટ્રેસે શા માટે લીધો આ નિર્ણય?

Image Courtesy: Anushka Sharma Instagram  

-બોલીવૂડ એકટ્રેસ અનુષ્કા શર્માએ કહ્યું છે કે, હવે તે વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરશે.

નવી મુંબઇ,તા. 29 મે 2023, સોમવાર 

અનુષ્કા શર્મા લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ છે. તે છેલ્લે વર્ષ 2018માં શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી અને ત્યારબાદ 2022માં આવેલી ફિલ્મ 'કલા'માં કેમિયો રોલમાં જોવા મળી હતી. હવે ચાર વર્ષ બાદ અનુષ્કા પૂર્વ ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોગ્રાફિકલ ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ' સાથે મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે. 

આ દરમિયાન અનુષ્કા શર્માએ એક મોટી જાહેરાત કરી છે, જેને સાંભળીને ફેન્સ થોડા નિરાશ થઇ ગયા છે. 

બોલીવૂડ એકટ્રેસ અનુષ્કા શર્માએ કહ્યું છે કે, હવે તે વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરશે. કારણ કે, આ સમયે તે પોતાનું ધ્યાન તેના પરિવાર પર ખાસ કરીને તેની પુત્રી વામિકા પર રાખવા માંગે છે. 

બેંગ્લોરમાં એક ઈવેન્ટમાં અનુષ્કાએ કહ્યું હતુ કે, 'હું જાણું છું કે મારી દીકરીને આ ઉંમરે મારા સમયની ખૂબ જરૂર છે. વિરાટ કોહલી ગ્રેટ ફાધર છે. પરંતુ વામિકા તે ઉંમરે છે જ્યાં તેને મારી વધુ જરૂર છે. અમે આ વસ્તુને ઓળખીએ છીએ. તેથી મેં આ પગલું ભર્યું છે. હવે મને યોગ્ય લાગે અને જેનાથી હું ખુશ થાઉ તે જ કામ કરવા માંગુ છું. 

'બહુ ફિલ્મો કરવા નથી માંગતી'

અનુષ્કા શર્મા કહ્યું કે, મને અભિનયનો આનંદ આવે છે પરંતુ હું એટલી ફિલ્મો કરવા નથી માંગતી જેટલી હું પહેલા કરતી હતી. હવે હું વર્ષમાં એક ફિલ્મ કરવા માંગુ છું અને અભિનયના તબક્કાનો આનંદ માણવા માંગુ છું જે મને ગમે છે અને મારા જીવનને હું આવી રીતે જ બેંલેન્સ કરવા માંગુ છુ, જેવી હું છુ અને મારા પરિવારને સમય આપવા માંગુ છું’.

એકટ્રેસ આગળ કહે છે કે, 'હું જે રીતે મારું જીવન જીવી રહી છું તે મને ખુશ કરે છે અને હું કોઈને કંઈપણ સાબિત કરવા માંગતી નથી, પછી તે અભિનેત્રી તરીકે હોય, જાહેર વ્યક્તિ તરીકે હોય કે, પછી માતા તરીકે હોય અથવા પછી તે પત્ની તરીકે હોય. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vcL89of
Previous
Next Post »