મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને ફરતી યુવતી પર કંગના ભડકી


- આવા મૂરખા માટે કડક નિયમ હોવો જોઈએ

- નેટ યૂઝર્સની કંગના પર પસ્તાળઃ તારા જેવી હિરોઈનોએ જ ટૂંકા કપડાં પહેરતાં શીખવ્યું છે

મુંબઇ : કંગનાએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને ફરતી એક યુવતી માટે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આ યુવતીઓ જેવા મૂર્ખાઓ માટે કડક નિયમ હોવા જોઈએ. જોકે, લોકોએ કંગનાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું હતું કે વાસ્તવમાં તારા જેવી બોલીવૂડ હિરોઈનોએ જ યુવતીઓને ટૂંકા વસ્ત્રો પહેરતાં શીખવ્યું છે. કંગનાએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે  હિમાચલ પ્રદેશના શિવ મંદિર બૈજનાથના મંદિરનું. મંદિરમાં દર્શન કરવા આવેલી એક યુવતીએ પબ અથવા નાઇટક્લબમાં પહેરાતા પરિધાન પહેર્યો છે. આવા લોકોને મંદિરમાં આવવા દેવાની અનુમતિ ન આપવી જોઇએ.  

કંગનાએ લખ્યું છે કે, હું એક વખત વેટિકનમાં શોર્ટ અને ટીશર્ટ પહેરીને ગઇ હતી તો મને તેના પરિસરમાં પણ જવાની અનુમતિ મળી નહોતી. હુ ંહોટલ પર પાછી ફરી હતી અને કપડા બદલીને ફરી પાછી ગઇ હતી. નાઇટ ડ્રેસ પહેરનારી આ જોકર કેઝ્યુઅલ વસ્ત્રોમાં બીજું કાંઇ નહીં પરંતુ આળસુ અને બેવકુફ છે. મને નથી લાગતું કે આવું તેણે કોઇ ચોક્કસ કારણોસર કર્યું હોય. આવા મુરખાઓ ્અને બેવકુફો માટે સખત નિયમ હોવા જોઇએ. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sd3BYjf
Previous
Next Post »