ફનટાઈમ .


ટ્રેનના ડબ્બામાં ચિંટુની મમ્મીએ એને કહ્યું, 'ચુપચાપ બેસી રહે! ખબરદાર તોફાન કર્યાં છે તો!'

ચિંટુ કહે, 'મમ્મી, તું મને ધમકાવ નહીં, હં... 

જો મને વધારે ધમકાવીશ તો ટિકિટ-ચેકર અંકલને મારી સાચી ઉંમર કહી દઈશ!'

એક વાર એક વૃદ્ધ આદમી જંગલમાં ભૂલો પડી ગયો. અચાનક એમની સામે સિંહ આવી ગયો. સિંહ કહે, 'કાકા, ઊભા રહો. મારે તમારું લોહી પીવું છે.' વૃદ્ધ આદમી કહે, 'શું યાર સિંહ, મારું લોહી પીને તું શું કરીશ? હું તો બુઢો થઈ ગયો છું. મારું લોહી તો ઠંડું પડી ગયું છે. એના કરતાં તું કોઈક જુવાન માણસનું લોહી પીને!' 

સિંહ કહે, 'નો આર્ગ્યુમેન્ટ્સ, પ્લીઝ. આજે મને કોલ્ડ ડ્રિન્ક પીવાનો મૂડ છે!'

ટીચર : પિન્ટુ, પાંચમાંથી પાંચ માઇનસ કર તો કેટલા વધે?

પિન્ટુ : ખબર નહીં, મેડમ. 

ટીચર : જો, સાંભળ. ધારો કે તારી પાસે પાંચ પાઉં છે. હું એ પાંચેપાંચ પાઉં લઈ લઉં તો તારી પાસે શું વધશે? 

પિન્ટુ : ભાજી!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jVu51gF
Previous
Next Post »