રાજવીર-પલોમાની ડેબ્યૂ ફિલ્મનું ટાઈટલ હશે 'દોનો'


- બોલીવૂડમાં વધુ બે સ્ટારકિડ્ઝની એન્ટ્રી

- સની દેઓલના પુત્ર,પુનમ ધિલ્લોનની પુત્રીને સૂરજ બડજાત્યાનો પુત્ર ડિરેક્ટ કરશે

મુંબઇ : રાજવીર દેઓલ અને પલોમા ઠાકરિયાની રાજશ્રી પ્રોડક્શનની આગામી ફિલ્મનું ટાઈટલ 'દોનો' જાહેર કરાયું છે. 

આ ફિલ્મનું દિગ્દર્શન  સૂરજ બડજાત્યાનો ે પુત્ર અવિનાશ બડજાત્યા કરવાનો છે. આ ફિલ્મથી અવિનાશ દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. 

આમ એક જ ફિલ્મથી ત્રણ સ્ટાર કિડઝ પોતપોતાની કારકિર્દી શરુ કરી રહ્યાં છે. આ ફિલ્મ એક લવસ્ટોરી હશે. જોકે આ પ્રેમકથા મોર્ડન રિલેશનશિપ પર આધારિત હશે. અવિનાશ બરજાત્યાએ જણાવ્યું હતું કે, પલામા એ પાવરફુલ પરફોર્મર છે. 

તે મારી ફિલ્મના એ રોલ માટે યોગ્ય અભિનેત્રી છે. ફિલ્મમાં પલોમા અને રાજવીરની પરફેક્ટ કેમેસ્ટ્રી જોવા મળશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DtkHT0Y
Previous
Next Post »