માત્ર નાના શહેરોમાં જ થાય છે સાચો પ્રેમ: એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી

Image Couteysy: Twitter 

નવી મુંબઇ,તા. 27 મે 2023, શનિવાર 

નવાઝુદ્દીન સિદ્દીકી આ દિવસોમાં તેની લેટેસ્ટ ફિલ્મ રિલીઝ 'જોગીરા સા રા રા'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં એક્ટર નેહા શર્મા સાથે રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. નવાઝુદ્દીન હવે એક નિવેદનને લઇને ચર્ચામાં છે. હવે જ્યારે નવાઝુદ્દીનની પર્સનલ લાઈફમાં ઘણી મુશ્કેલી ચાલી રહી છે, આ દરમિયાન તેણે પોતાની લવ લાઈફ વિશે એવી વાતો કહી છે કે, તેના ફેન્સ માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. નવાઝે કહ્યું કે, તેની અંદર એક ખૂબ જ રોમેન્ટિક વ્યક્તિ છે. તેણે ઘણા મિત્રોને પ્રેમ શોધવામાં મદદ પણ કરી છે. આ સાથે નવાઝે સાચા પ્રેમ વિશે પણ વાત કરી હતી.

નવાઝ સોફ્ટ રોમેન્ટિક વ્યક્તિ

નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના રોમાંસ વિશે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, તેની અંદર એક કોમળ રોમેન્ટિક છોકરો છે. 49 વર્ષીય નવાઝે કહ્યું કે, 'પ્રેમમાં પડવું સારું છે. પ્રેમ હોવો જોઈએ. આપણે પ્રેમમાં રહેવું જોઈએ અને પ્રેમ ફેલાવવો જોઈએ. પ્રેમ એ ખૂબ મહત્વની વસ્તુ છે. આ પછી નવાઝુદ્દીને કહ્યું કે, તે ખૂબ જ રોમેન્ટિક વ્યક્તિ છે.

સાચો પ્રેમ નાના શહેરોમાં થાય છે - નવાઝ

નવાઝુદ્દીનના મતે સાચો પ્રેમ નાના શહેરોમાં જ થાય છે અને મોટા શહેરોમાં જે થાય છે તે માત્ર સમાધાન છે. નવાઝુદ્દીને એમ પણ કહ્યું કે, 'નાના શહેરોના લોકો પોતાને પ્રેમ કરવામાં ડરતા નથી. કારણ કે ત્યાં કોઈ કોઈને જજ નથી કરતુ.

નવાઝુદ્દીન સિદ્દીકી વર્ક ફ્રન્ટ

નવાઝુદ્દીન સિદ્દીકીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે, તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જોગીરા સારા રા રા'માં જોવા મળ્યો હતો. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં એક્ટરની ઓપોઝીટમાં નેહા શર્મા જોવા મળી રહી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/p69NYL1
Previous
Next Post »