![]() |
| Image:Twitter |
IPL 2023 એક શાનદાર મેચ સાથે સમાપ્ત થઈ હતી. IPLની ફાઇનલ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 5 વિકેટે જીત મેળવી હતી. 28મેના રોજ વરસાદના કારણે મેચ મોકૂફ રાખવી પડી હતી અને ગઈકાલે પણ વરસાદને કારણે લોકોના મનમાં ફરી એકવાર ડર ઉભો થયો હતો કે મેચ ફરીથી રદ થઈ શકે છે. પરંતુ મેચ રમાઈ હતી એન આ મેચમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું.
ધોની અને જાડેજાના શાનદાર પ્રદર્શન બદલ ફેન્સ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. કેટલાક તેને ધોનીની જીત ગણાવી રહ્યા છે તો કેટલાક જાડેજાને ક્રેડિટ આપી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને બોલીવૂડ સેલેબ્સ સુધી દરેક તેના સોશિયલ મીડિયા પર ધોની અને જાડેજાના વખાણ કરી રહ્યા છે. આ ઉપરાંત રણવીર સિંહ, વિકી કૌશલ અને સારા અલી ખાન શરૂઆતથી અંત સુધી મેચ સાથે જોડાયેલા પણ હતા.
સારા અને વિકીએ મેચ લાઈવ જોઈ
ચેન્નઈને જીત પર અભિનંદન આપતાં રણવીર સિંહે લખ્યું- 'રવીન્દ્ર સિંહ જાડેજા, ઓહ માય ગોડ. શું ફીનીશ હતું !!! શું ફાઈનલ હતું !!!' આ સિવાય રણવીરે સેકન્ડ રનર અપ ટીમ ગુજરાત ટાઇટન્સની પણ પ્રશંસા કરી હતી. ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ પહોંચેલા સારા અલી ખાન અને વિકી કૌશલે સ્ટેડિયમમાં લાઈવ મેચ નિહાળી હતી. ચેન્નઈ સુપર કિંગ્સની જીત બાદ વિકી અને સારા ખુશીથી કૂદતા જોવા મળ્યા હતા. સારા સાથે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કરતી વખતે, વિકીએ લખ્યું, 'બદલે તેરે માહી... લેકે જો કોઈ સબ, દુનિયા ભી દે દે અગર..તો કિસે દુનિયા ચાહિયે!!! માહી ફોર ધ વિન!!! જડ્ડુ યુ રોકસ્ટાર !!! શું મેચ છે! GT... આ ટુર્નામેન્ટની બેસ્ટ ટીમ હતી. આ રમત વાસ્તવિક વિજેતા હતી.'
કાર્તિક આર્યેને પણ ચેન્નઈ સુપર કિંગ્સની જીત પર અભિનંદન આપતા ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. આ ઉપરાંત એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ પણ IPLના ફાઈનલ રિઝલ્ટને લઈને ખુશ હોવાની સ્ટોરી પોસ્ટ કરી છે.
અભિષેક બચ્ચને ચેન્નઈ અને ગુજરાત ટાઇટન્સ બંનેની પ્રશંસા કરી હતી. તેણે ટ્વીટ કર્યું હતું 'અભિનંદન ચેન્નઈIPL, શું ફાઈનલ હતું!!! @gujarat_titans ને હેટ્સ ઓફ, સારું રમ્યું. IPLમાં ચેન્નઈની જીત બાદ લોકો તરફથી અભિનંદનનો સિલસિલો ચાલુ છે. જ્યાં લોકો ચેન્નઈને તેમની જીત માટે અભિનંદન આપી રહ્યા છે, ત્યાં ફેન્સ ગુજરાત ટાઇટન્સની પણ પ્રશંસા કરી રહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AGVBZcC

ConversionConversion EmoticonEmoticon