તેલુગુમાં આદિપુરુષના થિયેટર રાઈટ્સ 170 કરોડમાં વેચાયા


- હવે પ્રભાસના જીવમાં જીવ આવ્યો

- ભારે નેગેટિવ પબ્લિસિટી બાદ રીલીઝ થયેલાં બે ગીતો પછી ફિલ્મ માટે સેન્ટિમેન્ટ સુધર્યું

મુંબઇ : પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ'ના નિઝામ સરક્ટિ એટલે કે આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં થિયેટરમાં રીલીઝ કરવાના રાઈટ્સ ૧૭૦ કરોડમાં વેચાતા પ્રભાસના જીવમાં જીવ આવ્યો છે. 'બાહુબલી' પચી પ્રભાસની બે મોટી ફિલ્મો નિષ્ફળ ગઈ હોવાથી તેનું સ્ટારડમ ટકી રહે તે માટે આ ફિલ્મ સુપરહિટ થવી બહુ જરુરી છે. 

મૂળ ગત જાન્યુઆરીમાં રીલીઝ થનારી ફિલ્મનું ટીઝર રીલીઝ થયું ત્યારે અતિશય નબળાં વીએફએક્સ તથા સૈફ અલી ખાનના મધ્યયુગીન શાસક જેવા લૂકના કારણે ભારે ટીકાઓ થઈ હતી. તેના લીધે ફિલ્મ માટે ભારે નેગેટિવ પબ્લિસિટી સર્જાઈ હતી. તે પછી મેકર્સ દ્વારા ફિલ્મની રીલીઝ ટાળવામાં આવી હતી અને હવે આગામી જૂનમાં રીલીઝ કરવાનું નક્કી થયું હતું. તે દરમિયાન ફિલ્મના વીએફએક્સમાં પણ મોટાપાયે સુધારા કરાયા છે. 

હવે ફિલ્મના બે ગીત રીલીઝ થઈ ચૂક્યાં છે અને બંને ગીતોને સારો પ્રતિસાદ મળતાં સર્જકોને ફિલ્મ ચાલી જવાની આશા જાગી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/HqjRXrn
Previous
Next Post »