
સોનામાં રોકાણ સામે મોટા નફાની લાલચ આપી હતી
50 લાખ પડાવી છેતરપિંડી કરાઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
નડિયાદ: નડિયાદ યોગીનગર ખાતે રહેતા એક ઈસમે એક વ્યક્તિને ગોલ્ડના બિઝનેસ માં રોકાણ કરવાથી મોટો નફો મળશે તેવી લોભામણી લાલચ આપી ફરીયાદી તથા સાહેદ પાસે રૂ. ૫૦લાખ રોકાણ કરવાના નામે મેળવી કોઈ રસીદ ન આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરી ગુનો કર્યા બાબતે નડિયાદ શહેર પોલીસે એક ઈસમની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડીઆદ ભાવસારવાડ ખાતે મહષ નરહરિપ્રશાદ સોની (ઉ.વ. ૨૪) પોતાના પરિવાર સાથે રહે છે. તા.૧ ઓગસ્ટ ૨૦૨૧ થી આજદિન સુધી મોજે નડિયાદ ચોકસી બજાર ખાતે આ કામના ફરિયાદીને નડિયાદમાં છ માસ પેહલ એક દંપતીએ સોના ચાંદીમાં રોકાણ કરવાનું કહી તેઓના પિતાજીને ગોલ્ડના બિઝનેસમાં રોકાણ કરવાથી બહુ મોટો નફો મળશે તેવી લોભામણી લાલચ આપી ફરિયાદી તથા સાહેદ પાસે આર.ટી.જી એસ થકી રૂ. ૫૦લાખ રોકાણ કરવાના નામે મેળવી લઇ રસીદ પણ ના આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરી ગુનો કર્યો હતો. આ છેતરપિંડીના ગુનાના આરોપી નીતિન છોટાલાલ નાઢા ની નડિયાદ શહેર પોલીસે અટક કરી તેની પત્નીની અટક કરવા તપાસ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fkLwPxI
ConversionConversion EmoticonEmoticon