ગજબની બેટિંગ કરતો ટેણિયો તો પાકિસ્તાનનો નીકળ્યો, અમિતાભે શૅર કર્યો હતો વીડિયો

નવી દિલ્હી, તા.18 મે-2023, ગુરુવાર

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમના ઈન્સ્ટાગ્રામ હેંડલ પર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એક બાળક ઘરની અંદર બેટીંગ કરી રહ્યો છે. આ દરમિયાન બાળક ભારતના ઘણા મહાન ક્રિકેટરોનો શોર્ટ રમતો જોવા મળી રહ્યો છે.

મહાન ક્રિકેટરોના શોર્ટ રમ્યો બાળક

બેટીંગ દરમિયાન બાળક ભારતીય ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનો હેલિકોપ્ટર શોર્ટ રમતો જોવા મળી રહ્યો છે. ઉપરાંત બાળક ક્રિકેટ વર્લ્ડના મહાન ખેલાડી વિરાટ કોહલીની જેમ કવર ડ્રાઈવ પણ રમતો જોવા મળ્યો... બાળકે સચિન તેંડુલકરના સ્ટ્રેટ ડ્રાઈવની જેમ પણ શોર્ટ ફટકાર્યો... જે શોર્ટને મહાન ક્રિકેટરો પણ રમી શકતા નથી, તેવા શોર્ટને બાળકે મિનિટોની અંદર રમીને બતાવ્યો....

ચાહકોએ અમિતાભની કરી ટીકા

ટ્વિટર યુઝર્સો જોયા-જાણ્યા વગર વીડિયોમાં અડધી-પડધી માહિતી શેર કરનાર અમિતાભની ટીકા કરી રહ્યા છે. લોકો કોમેન્ટ્સમાં આ બાળક પાકિસ્તાનનો હોવાનું જણાવી રહ્યા છે, તો કેટલાક યુઝર્સો આ નવા ક્રિકેટરની પ્રશંસા કરતા કહી રહ્યા છે કે, રાષ્ટ્રીયતાના આધારે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ.

બાળકનો ક્રિકેટ રમતો વીડિયો પાકિસ્તાનનો

ઉલ્લેખનિય છે કે, અમિતાભ બચ્ચને આ વીડિયો શૅર કર્યા બાદ સોશ્યલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવા લાગ્યો હતો. અમિતાભે લખ્યું કે ભારતના ક્રિકેટનું ભવિષ્ય સલામત હાથોમાં છે. કોઈએ કહ્યું આ તો છોટે કોહલી છે તો કોઈએ કહ્યું ભવિષ્યનો માહી... પરંતુ ખરેખરમાં આ વીડિયો પાકિસ્તાનનો છે અને ત્યાંના કોઈ છોકરાનો છે. https://ift.tt/B6bxajP યુઝરે આ વીડિયો પર ખરાઈ કરતા કહ્યું કે આ મારો ભત્રીજો છે. તેના અગાઉના વીડિયો પણ ખૂબ વાયરલ થઈ ચૂક્યાં છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DeOz0wj
Previous
Next Post »