
- તર-બ-તર-હરદ્વાર ગોસ્વામી
- ક્રિકેટના આરંભિક ગાળામાં બે પુરુષો રવિવારે ચર્ચમાં ન ગયા અને ક્રિકટ રમતા ઝડ્પાયા હતા અને એના પર મુકદમો ચાલ્યો હતો
વ્યર્થ મને તું ત્યાં જઈ ખોલે,
તારાં સ્મરણોની ભાગોળે.
આંગળીઓ એ ક્યાં જાણે છે,
કોને માટે કંકુ ધોળે.
સપનાંની ધક્કામુક્કી છે,
ઊંઘ હવે ચડશે હડદોળે.
પીડ કાયમ કઠણ રહેશે,
લાખ ભલે તું આંસુ ઢોળે.
જે ઘરમાં છે એની જોતો,
વાટ હજી પણ કાગાડોળે.
- ઉર્વીશ વસાવડા
ભા રતે માત્ર ૧૮૩ રન જ બનાવ્યા હતા. સામે ઘાતક ફાસ્ટ બોલરની વેસ્ટ ઇન્ડીઝ ટીમ. કેપ્ટન વીવ રિચર્ડ એક જ કાફી હતો. છેલ્લા બે વર્લ્ડ કપ પણ આ ટીમ જીતી હતી. બ્રેકમાં એમણે શેમ્પેઇનની બોટલ મંગાવી રાખી હતી. અગાઉના વર્લ્ડ કપમાં ભારતનો દેખાવ પણ સારો ન હતો. મીડિયાએ પણ ભારત ટીમની નોંધ લીધી ન હતી. જેમ શ્રીલંકા વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું ત્યારે કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું. એ સમયે ભારતના ચાહકો પણ બહુ ઓછા હતા.
ફાઈનલ જીત્યું ત્યારે ભારતને હજુ વિશ્વાસ ન હતો કે જીત્યા અને વેસ્ટ ઇન્ડીઝને હજુ વિશ્વાસ ન હતો કે તેઓ હાર્યા. વેસ્ટ ઇન્ડીઝની ટીમને હાથ મિલાવવા કપિલ ડ્રેસિંગ રૂમમાં ગયા તો ત્યાં શેમ્પેઇનની બોટલો જોઈ. કપિલને બધી બોટલ લઈ જવા કહ્યું. આ સ્પોર્ટમેન સ્પીરીટ. કપ તો આંચકીને લઈ ગયા હવે આમાં શું ? વેસ્ટ ઇન્ડીઝની શેમ્પેઇનથી જશ્ર્ન મનાવ્યું. ભારત વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જ્યારે જ્યારે જશે ત્યારે ત્યારે આ કિસ્સો યાદ આવશે. ત્યારે નવા નવા ભારતમાં કલર ટીવી આવ્યા હતા. વિશ્વવિજેતાના આ રંગીત અને સંગીત દ્રશ્યો નિહાળી ભારતવાસીઓ ભાવુક બની ગયા હતા. આજે બાયોપિકનો બિઝનેસ ચાલે છે. ધોની, સચિન મજાની ફિલ્મો. અઝહર ફિલ્મની હકીકતોમાં પણ ફિક્સિંગ થયું હોય એવું લાગ્યું. બોલિવુડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાને ભારતે જીતેલા પહેલા વર્લ્ડ કપને લઈને '૮૩'નામની અદભુત ફિલ્મ બનાવી હતી. ફાઈનલની લગોલગ ઉભેલી ભારતીય ટીમને કહેવામાં આવે છે કે 'અપની ઔકાત સે જ્યાદા ખેલના હોગા' જાણે દાંડીના સત્યાગ્રહ વખતે ગાંધી કહી રહ્યા હોય કે આપણી સંપૂર્ણ શક્તિ કામે લગાડવી પડશે.
ૈંઁન્નો જશ્ર્ન પૂરો થયો અને ઉ્ભની પ્રતીક્ષા છે. આજે પણ ભારતમાં ક્રિકેટના ગાંડા ચાહકો છે. રસાકસીભરી મેચમાં કેટલાયના હાર્ડ ફેઈલ થયાના ઉદાહરણ છે. ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે રસ્તા પર ચકલુ ય ન ફરકે. પાકિસ્તાન સામે મેચ જીતીએ એટલે જાણે ચેમ્પિયન બન્યાનો આનંદ થતો. યુદ્ધનું મેદાન હોય કે ક્રિકેટનું પાકિસ્તાન આપણી સામે પરાસ્ત ખાતું રહ્યું છે. અનીતિ ગમે તેટલી તાકાતવાર હોય પણ અંતે એણે હારવું જ પડે છે. પાકિસ્તાન સામે મેચ હોય ત્યારે ગ્રાઉન્ડ પર તનાવ ભર્યો માહોલ હોય છે. વર્ષ ૨૦૦૫માં પાકિસ્તાન સામે મેચ હતી. શાહિદ આફ્રિદીની બેટીંગ અને આશિષ નેહરા બોલિંગ કરતો હતો. વિકેટ પાછળનો ખૂબ સરળ કેચ ધોનીએ છોડયો ત્યારે ગુસ્સામાં આવીને નહેરાએ ધોનીને કહ્યું કે... હાથ મેં દૂ તુમ્હારી.. સીધી કેચ નહીં પકડતે યાર..
કેટલાય એવા લોકો છે કે જેને ક્રિકેટ સિવાય બીજી રમતનું કોઈ જ્ઞાન નથી. ૧૬મી સદીથી આજદિન સુધી ક્રિકેટના અનેક ચઢાણ ઉતરાણ રહ્યા છે. ઇંગ્લેન્ડ દક્ષિણ પૂર્વનો વૃક્ષોને કાપી સાફ કરેલા વિસ્તારમાં નાની ખેતી અને સમુદાય કરનાર બાળકો ક્રિકેટ રમતા હતા. ખૂબ મોટા સમય સુધી એ બાળકોની રમત બની રહી હતી. હવે તો કમર્શિયલ પોઈન્ટ ઓફ વ્યુથી અનેક ગ્લેમર ઉમેરાયા છે. આપણા ગેડી દડાને વિશ્વ સુધી પહોંચાડી ન શકાય, જ્યારે આ અંગ્રેજો એની રમતનું માર્કેટિંગ કરી શક્યા. બોન્ન યુનિવર્સિટીના ભાષાશાસ્ત્રી હેયનર ગીલમેન્ટર કહે છે ''ક્રિકેટ એટલે કે લાકડીની સાથે ભાગો. જે ડચનું આ રમતના મૂળ સાથે જોડાણનો પણ નિર્દેશ કરે છે. ક્રિકેટની પરિભાષા દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડના તે સમયે વપરાતા શબ્દો પર આધારિત છે. આજે સ્કૂલમાં બંક મારી કે ઓફિસમાં સીક લીવ મૂકી ક્રિકેટ માણનારા અનેક છે ત્યારે ક્રિકેટના આરંભિક ગાળામાં બે પુરુષો રવિવારે ચર્ચમાં ન ગયા અને ક્રિકટ રમતા ઝડ્પાયા હતા અને એના પર મુકદમો ચાલ્યો હતો. પ્રોફેસર જહોન ડુના જણાવ્યા અનુસાર ૩૦૦ વર્ષ પહેલાં ૧૭૧૫માં જંબુસરમાં ઢાઢર નદીના કાંઠે બે જહાજોની ટીમના ખલાસીઓ વચ્ચે ક્રિકેટની રમાઈ હતી અને આમ ક્રિકેટનો પ્રારંભ થયો.'' આ ખલાસીઓમાં કેટલાક ભારતીયો પણ હતા.
લિટલ માસ્ટર સચીન તેંડુલકર પોતાના જીવનની ૨૦૦મી તથા અંતિમ ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
નિવૃત્ત થતાં જ ઇતિહાસ સર્જનારો સચીન ઇતિહાસનું ઉજ્જવળ પૃષ્ઠ બની ગયો હતો. યુવાનોનો આદર્શ સચિન હતો. અમિતાભ બચ્ચન જેમ સ્ટાર હોવા છતાં એની સરળતા સૌનું દિલ જીતી લેતી હતી. આવા મહારથીને કારણે ક્રિકેટ જેન્ટલ મેન ગેમ છે.
ક્રિકેટના પિતામહ ડબલ્યુ જી ગ્રેસને એકવાર અમ્પાયરે આઉટ આપ્યા ત્યારે તેમણે ગુસ્સામાં બરાડીને કહ્યું કે, 'લોકો મારી રમત જોવા આવ્યાં છે કે તારું અમ્પાયરિંગ ?' ગુંડપ્પા વિશ્વનાથના નામે એક અદ્ભૂત અનોખો રેકોર્ડ છે. તેમણે જે મેચમાં સદી કરી છે તે મેચમાં ભારતને જીત મળી. ઇંગ્લેંડ સામે મેચ રમાતી હતી અને બેટ્સમેન બોબ સરસ બેટીંગ કરી રહ્યાં હતા, ત્યારે એમ્પાયરે તેમને આઉટ જાહેર કર્યો હતો. બોબ તો ચાલવા માંડયા હતા, પરંતુ ગુંડપ્પાને લાગ્યું કે એમ્પાયરથી ભૂલ થઈ છે તો એમણે બોબને ફરી રમવા બોલાવ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાની ટીમ માટે સારા રન બનાવ્યા હતા અને ભારત હાર્યું પણ ખેલદિલી જીતી ગઈ હતી. ક્રિકેટ માત્ર રમત નથી. ક્રિકેટના મેદાન પર શારીરિક અને માનસિક વિકાસ થાય છે. જે તમને વાસ્તવિકતાની પીચ પર પણ કામ લાગે છે. એનાથી જિંદગીના નોક આઉટ મુકાબલા જીતવા સરળ બને છે....
આવજો...
'સત્ય મારે પક્ષે છે' એમ કહેનાર બહુ લોકો તમને મળી જશે પણ 'હું સત્યના પક્ષે છું' એમ કહેનાર બહુ ઓછા લોકો મળશે.- રિચર્ડ વોટલે
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/284IM6V
ConversionConversion EmoticonEmoticon