
- પિતા-પુત્રના સંબંધોમાં થતી ઉથલપાથલની વાર્તા
- 66 વર્ષની વયે અનિલ કપૂર 'સુબેદાર' નામની એક્શન ફિલ્મમાં પણ કામ કરશે
મુંબઇ : અનિલ કપૂરે એક સાઈફાઈ ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મ મલયલામ હિટ ફિલ્મ 'એનડ્રાઇડ કુંજપન વર્ઝન ૫.૨૫' ની રિમેક હશે.
આ ફિલ્મ એક પિતા-પુત્રના સંબંધ પરની છે અને જ્યારે એક એઆઇ હ્યૂમનોઇડ તેના જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે તેમના જીવનમાં થતા ફેરફારોનેને દર્શાવામાં આવ્યો છે. આ ઉપરાંત અનિલ કપૂરે 'સુબેદાર' નામની એક્શન ફિલ્મ પણ સાઈન કરી છે.
આ ફિલ્મનું શૂટિંગ તા. ૧૫મી સપ્ટેમ્બરથી શરુ થવાનું છે. જોકે, આ ફિલ્મના પ્લોટ વિશે વધુ કોઈ માહિતી અપાઈ નથી. ૬૬ વર્ષીય અનિલ કપૂરે પોતાની કારકિર્દીમાં ૧૩૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ, હજુ આ ઉંમરે પણ તે નવા નવા વિષયો અને નવાં નવાં પાત્રોની તલાશ કરે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CnBG5SX
ConversionConversion EmoticonEmoticon